Home /News /madhya-gujarat /Vadodara: શું તમને બી.પી, સુગર કે પછી અન્ય બીમારી છે? આ મેડિકલ કેમ્પમાં થશે ફ્રી ચેકઅપ

Vadodara: શું તમને બી.પી, સુગર કે પછી અન્ય બીમારી છે? આ મેડિકલ કેમ્પમાં થશે ફ્રી ચેકઅપ

શહેરના દરેક સમાજના ભાઈઓ અને બહેનો આ સેવાનો લાભ લઈ શકે છે. 

શહેરમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન શહેરના દ્વારકેશ ફાર્મ, તળાવની સામે, તરસાલી ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારના 9 : 00 કલાકથી બપોરના 12 : 30 કલાકનો છે.

    Vadodara: વડોદરા શહેરમાં ઘણા સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે. તદુપરાંત ઘણા સમાજના લોકો વિવિધ પ્રકારના કેમ્પનું પણ આયોજન કરતા હોય છે. જેમાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ વડોદરા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન શહેરના દ્વારકેશ ફાર્મ, તળાવની સામે, તરસાલી ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારના 9 : 00 કલાકથી બપોરના 12 : 30 કલાકનો છે. આ દરમિયાન શહેરના દરેક સમાજના ભાઈઓ અને બહેનો આ સેવાનો લાભ લઈ શકે છે.

    ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન આવતીકાલ એટલે કે તારીખ 8 ઓક્ટોબર, 2022 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. સમયે સમયે શરીરનું ચેકઅપ કરાવવું આવશ્યક હોય છે. કારણ કે, ક્યારે કયો રોગ ઘર કરી જાય એ કહી શકાય નહીં. તદુપરાંત અત્યારે લોકોનું જીવન અને રહેવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. જેથી કરીને સ્વાસ્થ્ય જીવન જીવી શકીએ એના માટે મેડિકલ ચેકઅપ જરૂરી હોય છે.

    મોંઘવારીના કારણે જો આપણે મેડિકલ ચેકઅપ કોઈ હોસ્પિટલમાં કરાવવા જઈએ તો ઘણો ખર્ચો થઈ જતો હોય છે અને એમાં સમય પણ બગડતો હોય છે. જેથી કરીને શહેરમાં યોજાતા આવા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં અવશ્ય ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેથી સમય, પૈસા અને સ્વાસ્થ્ય બધું જ જળવાઈ રહે. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં તમે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, આંખના રોગનું નિદાન, મોતિયાનું ફ્રી ઓપરેશન, દવાઓ, હાડકાની ચકાસણી, ગાયનેક ડોક્ટર દ્વારા મહિલાઓને તપાસ, લોહી અને પેશાબનો તપાસ, દાંતની તપાસ, વગેરે જેવા રોગનું ચેકઅપ નહીં કરી આપવામાં આવશે.

    સંપર્ક નંબર : અતુલભાઇ અમીન - 9825111436
    First published:

    Tags: Blood, Doctors, Medical treatment, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन