Home /News /madhya-gujarat /Vadodara: અહી 15 દિવસ મેળવો મફત તાલીમ અને બનો સોલ્જર, આ તક ચૂકતા નહીં
Vadodara: અહી 15 દિવસ મેળવો મફત તાલીમ અને બનો સોલ્જર, આ તક ચૂકતા નહીં
15 દિવસની બિન નિવાસી તાલીમ યોજવાનું આયોજન...
વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વેની લેખિત પરીક્ષા માટે વિના મુલ્યે 15 દિવસની તાલીમ યોજાશે.જેમાં જુદા જુદા વિષય નિષ્ણાત તાલીમ આપશે.તેમજ સાહિત્ય પણ આપવામાં આવશે.
Nidhi Dave, Vadodara: અમદાવાદ ખાતે યોજાયેલા લશ્કરી ભરતી મેળામા મેડીકલ પાસ થયેલા અને એડમિટ કાર્ડ મેળવેલા વડોદરા જિલ્લા અને શહેરના ઉમેદવારો માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી તરસાલી, વડોદરા દ્વારા આગામી 15 જાન્યુઆરીના રોજ યોજાનાર લશ્કરી ભરતીની લેખિત પરીક્ષાની તૈયારી માટે 15 દિવસની બિ નિવાસી તાલીમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારનું ખાસ આયોજન વડોદરા શહેરના તરસાલી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર દ્વારા કરવામાં આવતું હોય છે. જે ઉમેદવારો માટે એક સારી તક હોય છે. આ પ્રકારના આયોજનથી આવનારી લેખિત પરીક્ષામાં ઉમેદવારો સરળતાથી લખી શકે એની તાલીમ આપવામાં આવશે. લેખિત પરીક્ષાના વિષય માટે પણ શિક્ષકની અરજી અહીં લેવામાં આવી રહી છે.
તાલીમ સાથે નાસ્તો આપવામાં આવશે
આ તાલીમમાં જોડાનાર ઉમેદવારોને ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષયમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તાલીમ અને વિના મુલ્યે મટીરીયલ આપવામાં આવશે. આ તાલીમમાં ઉમેદવારોને નાસ્તો આપવામાં આવશે. આ એક ખૂબ જ સારી તક છે, જે પણ ઉમેદવારો ઇચ્છુક હોય, તેઓ ખાસ અહીં જોડાઈ શકે છે. આ તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ લશ્કરી ભરતીમાં મેડીકલ પાસ કરીને લેખિત પરીક્ષાનું એડમિટ કાર્ડ મેળવેલુ હોય તેની કોપી સાથે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, વડોદરાનો દિન- 3માં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
વિષય નિષ્ણાતને કલાકના 375 માનદ વેતન
આ તાલીમમાં ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષયની તાલીમ આપવા માંગતા નિષ્ણાત અનુભવી શિક્ષક ,ફેકલ્ટી પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવી છે. જેઓને એક કલાકના રૂપિયા 375 માનદ વેતન ચુકવવામાં આવશે. રસ ધરાવતા ફેકલ્ટીઓએ ઉપરોક્ત સરનામે રૂબરૂ અથવા ઈ-મેઈલ empvad@gmail.comઅથવા dee-vad@gujarat.gov.in પર અરજી મોકલી આપવા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણે જણાવ્યું છે.