'સ્નેપડીલનાં લકી ડ્રોમાં તમે કાર જીત્યા છો', લાલચ આપીને 10 લાખથી વધુ રૂપિયા ખંખેરી લીધા

'સ્નેપડીલનાં લકી ડ્રોમાં તમે કાર જીત્યા છો', લાલચ આપીને 10 લાખથી વધુ રૂપિયા ખંખેરી લીધા
પ્રતિકાત્મક તસવીર

ખેડૂતને રૂપિયા 6.20 લાખ મેળવવા માટે રૂપિયા 10.20 લાખનું દેવું થઇ ગયું છે.

 • Share this:
  હાલ ઠગો અનેક પેંતરાઓથી સામાન્ય માણસને છેતરીને તેના પરસેવાની કમાણી ઠગી લે છે. ત્યારે આવો જ એક કિસ્સો કરજણ તાલુકામાં સામે આવ્યો છે. કરજણ તાલુકાના વલણ ગામના ખેડૂતે ઇનામમાં લાગેલી ટોયોટા કાર લેવાની લાલચમાં પોતના 10.20 લાખ રૂપિયા ગૂમાવ્યા છે. ખેડૂતે આ અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ખેડૂતે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, રૂપિયા 6.20 લાખ મેળવવા માટે રૂપિયા 10.20 લાખનું દેવું થઇ ગયું છે.

  ખેડૂતે સ્નેપડીલમાંથી ખરીદી કરી હતી  આ અંગે મળતી માહિતી પ્રમાણે, કરજણ તાલુકાના વલણ ગામમા 45 વર્ષનાં ઇકબાલભાઇ ઉપસભાઇ ઉલ્લા પરિવાર સાથે રહે છે. તેઓ તે જ ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે. ઇકબાલભાઇ ઉલ્લા સ્નેપડીલ નામની ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેઓએ તા.5-9-20ના રોજ આર.ઓ. મશીન, રસોડાનો સામાન જેવી વસ્તુઓ 5 હજાર રૂપિયામાં કેશઓન ડિલીવરીથી ખરીદી કરી હતી.

  આ પણ વાંચો - ગઠિયાએ મામા બની 'મામુ' બનાવી પડાવ્યા લાખો રૂપિયા, છેતરાતા પહેલા વાંચવા જેવો છે આ કિસ્સો

  ખરીદીમાં ટોયોટા કાર લાગી છે તેવું જણાવ્યું

  જે બાદ થોડા દિવસ બાદ ખેડૂતના મોબાઇલ ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમા તેણે જણાવ્યું કે, હું સ્નેપડીલના લકી મેગા ડ્રો વિભાગમાંથી અધિકારી બોલું છુ. મારૂ નામ નરેન્દ્રકુમાર છે. તમે જે ઓનલાઇન ખરીદી કરી છે. તેમાં તમને ઇનામમાં ટોયોટા કાર લાગી છે. જો તમને કાર ન જોઇતી હોય તો કારની કિંમત રૂપિયા 6,93,000 રોકડા મળી જશે. પરંતુ આ બંન્નેમાંથી એક મેળવવા માટે તમારે થોડી પ્રોસેસ ફી, જીએસટી અને થોડા બીજા ટેક્સ ભરવા પડશે.

  આ પણ જુઓ - 

  12 દિવસમાં 10 લાખ ગુમાવ્યાં

  આ ખેડૂત નરેન્દ્રની લોભામણી વાતોમાં આવી ગયા હતા. જેથી તેણે તારીખ 10 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધીમાં 10,20,650 રૂપિયા જમા કરાવ્યાં હતા. ટોયોટા કારની કિંમત કરતા વધુ રૂપિયા તેમણે બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા. જે બાદ પણ કોઇ રકમ તેમને ન મળતા ખેડૂતે કરજણ પોલીસ મથકમાં નરેન્દ્રકુમાર સામે ફરિયાદ નોંધાવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:October 03, 2020, 13:48 pm

  ટૉપ ન્યૂઝ