Home /News /madhya-gujarat /

વડોદરા : 4 વર્ષની 'પરી'એ કોરોનાને હરાવ્યો, હૉસ્પિટલ સ્ટાફે યાદગાર વિદાય આપી

વડોદરા : 4 વર્ષની 'પરી'એ કોરોનાને હરાવ્યો, હૉસ્પિટલ સ્ટાફે યાદગાર વિદાય આપી

નતાશા.

ચાર વર્ષની નતાશાએ પોતાની ઢીંગલીને તેડીને હૉસ્પિટલમાંથી વિદાય લીધી, હૉસ્પિટલના સ્ટાફને તેના આગવા અંદાજમાં આવજો કહ્યું.

વડોદરા : શહેરની ચાર વર્ષની પરી નતાશાએ કોરોના (Coronavirus)ને મ્હાત આપી છે. નતાશાની માતા અને પરિવારના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report) આવ્યા બાદ તકેદરારીના ભાગરૂપે નતાશાનું પણ સેમ્પલ (Corona Test)લેવામાં આવ્યું હતું. નતાશાનું સેમ્પલ પોઝિટિવ આવતા તેને પાંચમી મેના રોજ ગોત્રી કોવિડ હૉસ્પિટલ (Gotri Covid Hospital)માં દાખલ કરવામાં આવી હતી.

નાનકડી પરી જેવી નતાશા ભલે પોઝિટિવ આવી પણ સદનસીબે તેને કોઈ લક્ષણો ન હતા. આ અંગે જાણકારી આપતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર કામના ગાંધીએ જણાવ્યું કે અમે આ નન્હી પરીને નિયમાનુસાર આઇસોલેશનમાં રાખીને પ્રૉટોકોલ પ્રમાણે 10 દિવસ સુધી સારવાર આપી હતી. આજે નવી ગાઈડલાઈન પ્રમાણે નતાશાને રજા આપવામાં આવી છે.

નતાશાના માતા નસરીન પણ અહીં સારવાર હેઠળ હતા. તેમને પણ આજે રજા આપવામાં આવી હતી. આ પરિવારના સભ્યો કોરોના પીડિત જણાયા હતા અને સારવાર હેઠળ છે.



નતાશાએ તેની આગવી સ્ટાઈલમાં હૉસ્પિટલના તમામ લોકોને આવજો કહ્યું હતું. આ દરમિયાન તેણે પોતાની ઢીંગલીને તેડી રાખી હતી. આ સમયે હૉસ્પિટલના તમામ સ્ટાફે નતાશાને તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી. હૉસ્પિટલના સ્ટાફે નતાશાને એક વીઆઇપીની જેમ વિદાય આપી હતી.

હૉસ્પિટલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે નતાશા આખો દિવસ રમ્યા કરતી હતી, તેના કારણે હૉસ્પિટલનું વાતાવરણ જીવંત બની ગયું હતું. આ બાળકીને બાળ રોગ વિભાગના વડા ડૉક્ટર.નિમિષા પંડ્યાના માર્ગદર્શન હેઠળ સારવાર આપનારા તમામ તબીબો અને સહાયક કર્મચારીઓને હૉસ્પિટલના પ્રવક્તા ડો.શીતલ મિસ્ત્રીએ બિરદાવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Covid hospital, COVID-19, વડોદરા, હોસ્પિટલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन