Home /News /madhya-gujarat /Vadodara: ઉલ્ટા પીઝાનો સ્વાદ માણવો હોય તો અહીં પહોંચી જજો! આટલા રૂપિયામાં મળે

Vadodara: ઉલ્ટા પીઝાનો સ્વાદ માણવો હોય તો અહીં પહોંચી જજો! આટલા રૂપિયામાં મળે

X
ચારેય

ચારેય ગૃહિણીઓએ સાહસ કરીને સ્વખર્ચે રેસ્ટોરન્ટ શરૂ કર્યું..

વડોદરામાં ચાર ગૃહિણીઓએ મળીને રેસ્ટોરન્ટ શરૂ કરી છે. ગૃહિણીઓએ સ્વખર્ચે મિસિસ તંદુરી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. અહીં રૂપિયા 90થી લઈને 300 રૂપિયા સુધીની વેરાઈટી ઉપલબ્ધ છે. ઉલ્ટા પીઝા અહીં ખાસિયત છે.

Nidhi Dave, Vadodara: આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની એવી ચાર ગૃહિણીઓની કે જેમણે સાહસ કરીને પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરીને એક નવી ઓળખ ઊભી કરી છે. હેતલ પટેલ, ઉપાસના સોલંકી, અરુણા ઘરીયા અને અર્ચના અંબોરે એ "મિસિસ તંદુરી" નામનું રેસ્ટોરન્ટ એક મહિના પહેલા શરૂ કર્યું. હંમેશા આપણે રેસ્ટોરન્ટમાં પુરુષોને જ જોતા હોય છે, પરંતુ હવે સમય બદલાવતા ગૃહિણીઓ આગળ આવીને પોતાની ઓળખ બનાવી રહી છે.

90 થી લઈને 300 રૂપિયા સુધીની વેરાઈટી

આ ચારેય ગૃહિણીઓએ સાહસ કરીને સ્વખર્ચે રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતની વાનગીઓને પ્રસ્તુત કરી છે. જેમકે, સોયા ચાપ, સેન્ડવીચ, મિલ્ક શેક, તંદુર પનીર ટીકા, ઉલટા પીઝા, વગેરે. અહીંયા રૂપિયા 90 થી લઈને 300 રૂપિયા સુધીની વેરાઈટી ઉપલબ્ધ છે. ઉલ્ટા પીઝા આમની ખાસિયત છે.

એમ તો પીઝાની ઉપર સ્ટફિંગ હોય છે. પરંતુ ઉલટા પીઝામાં પીટા બ્રેડની અંદર સ્ટફિંગ કરવામાં આવે છે. ઉલ્ટા પીઝા લોકોને આકર્ષિત તો કરે જ છે. પરંતુ સાથે સાથે ખાવાનો પણ અનેરો આનંદ આપે છે. હવે ગૃહિણીઓના હાથનો સ્વાદ ફક્ત ઘરના રસોડા પૂરતો સીમિત નથી રહ્યો. પરંતુ આ પ્રકારના રેસ્ટોરન્ટમાં પણ હવે એ સ્વાદની મજા માણી શકાશે.

ઇકો ફ્રેન્ડલી ડીશ અને ચમચી વાપરવામાં આવે છે.

મિસિસ તંદુરીના ઉપાસના સોલંકીએ જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ શરૂ કરતા પહેલા બે ગૃહિણીઓ દિલ્હી મુલાકાતે ગઈ હતી અને ત્યાં એમને ચાપ કેવી રીતે બને છે તે જોયું, જાણ્યું અને એ જ પ્રમાણે એ જ સ્વાદ અમે અહીં વડોદરાવાસીઓને આપી રહ્યા છે. અને એક ઘર સંભાળવું અને એક રેસ્ટોરન્ટ સંભાળવું બંનેમાં ખૂબ જ તફાવત હોય છે. અને પ્લાસ્ટિકની વસ્તુઓના બદલે ઇકો ફ્રેન્ડલી ડીશ અને ચમચી વાપરવામાં આવે છે.

સરનામું: મિસિસ તંદૂરી, સોનિયા પાર્ક સોસાયટી, માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સની સામે, માંજલપુર, વડોદરા.

સમય: સાંજના 4:30 થી રાતના 10:30
First published:

Tags: Fast food, Local 18, Vadodara

विज्ञापन