Home /News /madhya-gujarat /Vadodara: હિરો ઓફ ઈન્ડિયા; 1971ના યુદ્ધમાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકે આ રીતે પાકિસ્તાનને આપી હતી મ્હાત

Vadodara: હિરો ઓફ ઈન્ડિયા; 1971ના યુદ્ધમાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકે આ રીતે પાકિસ્તાનને આપી હતી મ્હાત

વિંગ

વિંગ કમાંડર વિજય કર્ણિકે દેશ માટે 1962, 1965 અને 1971ના ત્રણ યુદ્ધ લડ્યા...

ધ પ્રાઈડ ઓફ ભુજ ફિલ્મ બનાવવામાં આવી છે એવા વિંગ કમાન્ડર વિજય કર્ણિક, જેમનો જન્મ નાગપુરમાં થયો હતો. હાલમાં તેમની ઉંમર 82 વર્ષ છે. છતાં પણ એમના દેશ પ્રત્યે પહેલા જેટલો જ જુસ્સો અને ઉત્સાહ જોવા મળે છે. જેમના પિતા સિવિલ ઓફિસર અને માતા સોશિયલ વર્કર હતા. 

વધુ જુઓ ...
  Nidhi dave, Vadodara: દેશની આઝાદીના આપણે 76માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્યારે આપણે દેશના એક એવા હિરાની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓએ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવી વિજય અપાવ્યો હતો.આપણે સૌએ ભુજ ફિલ્મતો જોઈજ હશે.જેને ભુજ ઘ પ્રાઈડ ઓફ ઈન્ડિયા તરીકે પણ ઓળખીયે છીએ.આ ફિલ્મ એક એવા યોદ્ધા ની કહાણી છે જેઓએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનીઓને ધૂળ ચટાળી દીધી હતી.જી હા આપણે વાત કરી રહ્યા છીએ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની જેમના આત્મ બળ અને કોઠા સુજથી ભુજની મહિલાઓએ ભારતીય વાયુ સેના માટે એકજ રાતમાં રન વે તૈયાર કરી દીધો હતો.જે બાદ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની કમાન્ડ હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાની સિપાહીઓને સબક શીખવાડ્યો હતો.એને વિજય ધ્વજ લહેરાવ્યો હતો.

  જેમના પર ધ પ્રાઈડ ઓફ ભુજ (The Pride of Bhuj) ફિલ્મ બનાવવામાં આવી છે એવા વિંગ કમાન્ડર વિજય કર્ણિક, જેમનો જન્મ નાગપુરમાં થયો હતો. હાલમાં તેમની ઉંમર 82 વર્ષ છે.છતા દેશની વાત કરતા જ તેઓના અંદરનો જૂસ્સો એક નવજવાન યુવા જેવો જ છે.વિંગ કમાન્ડર વિજય કર્ણિકના પરિવારની વાત કરીએ તો તેઓના પિતાસિવિલ ઓફિસર અને માતા સોશિયલ વર્કર હતા.વિંગ કમાન્ડર વિજય કર્ણિક જણાવે છે કે તેઓને આર્મીમાં જવાની પ્રેરણા તેઓના માતા પિતાથી મળી હતી.તેઓના સગા ત્રણ ભાઈઓ પણ આર્મીમાં ફરજ બજાવી નિવૃત થયા હતા.તેઓએ કહ્યું કેહું માતા પિતાને સેલ્યુટ કરું છું કે, અમે ચારે ભાઈ ફોજમાં નોકરી કરી દેશની સેવા કરી દેશ માટે શક્ય તેટલુ ઓગદાન આપી શક્યા આ બધુ માતા પિતાના આશિર્વાદથી જ થઈ શક્યું.

  આ પણ વાંચો: ડો.પાર્થીવે શોખને ચેલેન્જ બનાવી સર્જી દીધો રેકોર્ડ; લંડનથી સ્કોટલેન્ડ સુધી કરી સાયકલિંગ

  વિંગ કમાન્ડર વિજય કર્ણિક એ નામ છે જેઓએકોઈપણ પ્રકારના સ્વાર્થ વગર પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું. તેઓના એક જ પરિવાર માંથી 4 છોકરાઓ, જેઓ દેશની ફોજમાં (Indian Army) જોડાયા હતા.વિંગ કમાન્ડર વિજય કર્ણિક, મેજર જનરલ વિનોદ કર્ણિક , વીંગ કમાન્ડર લક્ષ્મણ કર્ણિક અને એર માર્શલ અજય કર્ણિકે દેશની રક્ષા કરવા પોતાનું આખુ જીવન સમર્પિત કર્યું છે.મહત્વની વાત એ છે કે, ભારત પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે વર્ષ 1971માં થયેલાયુદ્ધમાં ચારેય ભાઈઓ સામેલ હતાં. જેમાંવિજય કર્ણિકઅને લક્ષ્મણ કર્ણિક ભુજ ખાતે ફરજ પર હતા, જામનગર એર બેઝ પર અજય કર્ણિક પાઇલોટ ઓફિસર તરીકે હતાં. જ્યારે રાજસ્થાન બોર્ડર પર કેપ્ટન વિનોદ કર્ણિક હતાં. આ ચારેય ભાઈઓ માતા પિતાની પ્રેરણાથી દેશની સેવામાં જોડાયા હતાં.

  વિંગ કમાંડર વિજય કર્ણિકના જીવન પર ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક ધુધૈયાએ ધ પ્રાઈડ ઓફ ભુજ ફિલ્મ બનાવી છે. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધની સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવી છે. રીઅલ હિરો વિંગ કમાંડર વિજય કર્ણિકે દેશ માટે 1962, 1965 અને 1971ના ત્રણ યુદ્ધ લડ્યા છે. જેમાં ભુજની લડત વિશે કર્ણિક સાહેબે જણાવ્યું કે, મેં એર બેઝ પર સિનિયર ઓફિસર કમાન સંભાળી છે. વર્ષ 1971માં ભુજ એર બેજ પર માત્ર હું એકલો જ યંગ કમાન્ડિંગ ઓફિસર હતો. જયારે પાકિસ્તાને ભુજ એર બેઝના રન-વે પર બોમ્બ મારો કરી ભારે નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે રન-વેનું સમારકામ કરતાં કોન્ટ્રાકટર અને મજૂરો પણ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતી બોમ્બિંગથી ગભરાઈ ભાગી ગયા હતાં. કોઈ પણ હિસાબે રન-વે રીપેર કરવાની જવાબદારી મારા પર આવી હતી.

  આ પણ વાંચો:  Rickshaw Driver ચલાવે છે 'ઇમરજન્સી ફ્રી સેવા', રાતના સમયે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા

  તેવામાં  વિંગ કમાન્ડર કર્ણિકે  ભુજના માધાપૂર ગામના સરપંચ અને મહિલાઓને રન વે બનાવવા માટે સમજાવ્યા હતાં. જેથી માધાપર ગામની 300 મહિલાઓએ ચાલુ યુધ્ધે, બોમ્બમારા વચ્ચે માત્ર ગણતરીના કલાકમાં જ ફરીથી રન-વે તૈયાર કરી દીધો હતો. જેનાથી એરફોર્સના અધિકારીઓએ ફરીથી ભુજથી પાકિસ્તાનના કરાચીમાં હુમલા શરૂ કર્યા હતાં. અને ભારતનો યુદ્ધમાં વિજય થયો અને ભુજને બચાવી લીધું. દેશ માટે ગૌરવરૂપ છે. કર્ણિક સાહેબે અંતમાં જણાવ્યું કે, તેમને ભુજ ફિલ્મ ખુબ જ ગમી, તથા એમાં ખાસ અજય દેવગણે એમનો રોલ ભજવીને કરેલ કામ પ્રસંશાને પાત્ર છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: 1971 war, Indian Air Force, Vadodara, Victory of 1971 War

  विज्ञापन
  विज्ञापन