વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા ઝડપાયા

News18 Gujarati
Updated: April 2, 2019, 6:46 PM IST
વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા ઝડપાયા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ રણજી ખેલાડી તુષાર અરોઠે પણ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા પકડાયા

વડોદરામાં આઈપીએલ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

  • Share this:
ફરીદ ખાન, વડોદરા

ક્રિકેટ પ્રશંસકો હાલ આઇપીએલના રંગમાં રંગાચા છે તો બીજી તરફ બુકીઓ પણ આઈપીએલના કારણે સટ્ટા રમાડવામાં સક્રિય બન્યા છે. આ દરમિયાન વડોદરામાં આઈપીએલ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ રણજી ખેલાડી તુષાર અરોઠે પણ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા પકડાયા છે.

ક્રાઇમ બાન્ચની માહિતી મળી હતી કે સગુન ઓક્ઝોટિકામાં કાફે ની આડમાં આઈપીએલની ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડવામાં આવ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા કાફેના માલિકો સહીત ૧૯ આરોપીઓની ધરપકડ કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેની પણ સટ્ટા રમાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. અલગ-અલગ એપ્લિકેશનો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 14 લાખની વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે 14 લાખની વધારેનો મુદ્દામાલ કબજે કર્યો


કોણ છે તુષાર અરોઠે
તુષાર અરોઠેનું સટ્ટામાં નામ આવતા ક્રિકેટ જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે. તુષાર અરોઠેનું ક્રિકેટમાં મોટું નામ છે. તુષાર અરોઠે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. આઈસીસી વર્લ્ડ કપ-2017માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી હતી ત્યારે તુષાર કોચ હતા. મહિલા ટીમને સફળતા અપાવવામાં કોચ તુષારની મહત્વની ભૂમિકા રહી હતી. જોકે આ પછી જુલાઈ 2018માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું.તુષાર બરોડા તરફથી રણજીમાં રમી ચૂક્યા છે. તુષારે 114 ફર્સ્ટક્લાસ મેચમાં 6105 રન બનાવ્યા છે અને 225 વિકેટ ઝડપી છે.
Published by: Ashish Goyal
First published: April 2, 2019, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading