Home /News /madhya-gujarat /

‘સ્વયં વિવાહ’ પર વિવાદ: ક્ષમા બિંદુના લગ્નને લઈને વિરોધ, પૂર્વ ડે. મેયરે કહ્યું, ‘મંદિરમાં લગ્ન નહી થવા દઈએ’ 

‘સ્વયં વિવાહ’ પર વિવાદ: ક્ષમા બિંદુના લગ્નને લઈને વિરોધ, પૂર્વ ડે. મેયરે કહ્યું, ‘મંદિરમાં લગ્ન નહી થવા દઈએ’ 

વડોદરાના

વડોદરાના કોઈ પણ મંદિરમાં લગ્ન નહીં કરવા દેવાની ચેતવણી.. 

શહેરની યુવતી શમા બિંદુ જેને ગઈકાલે જ જાહેર કર્યું કે, તે પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. તથા લગ્નની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવેલ છે. તો આ તમામ નિર્ણયો બાદ આજરોજ સવારે શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ એ વિરોધ નોંધાવ્યો છે. 

વધુ જુઓ ...
    નિધિ દવે, વડોદરા: શહેરની યુવતી ક્ષમા બિંદુ (Kshama Bindu Marriage) જેને ગઈકાલે જ જાહેર કર્યું કે, તે પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. તથા લગ્નની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તો આ તમામ નિર્ણયો બાદ આજરોજ સવારે શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ (sunita Shukla) વિરોધ નોંધાવ્યો છે. વડોદરાના (Vadodara) કોઈ પણ મંદિરમાં લગ્ન નહીં કરવા દેવાની ચેતવણી પણ પૂર્વ ડપ્યુટીમેયર દ્વારા આપવામાં આવી.

    શમાં બિંદુના લગ્ન થશે કે નઈ તે એક મોટો સવાલ ?

    ક્ષમા બિંદુના લગ્ન પર વિરોધ થયો. હવે સૌથી મોટી વાત તો એ છે કે, આ લગ્ન થશે કે નઈ??? શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ મંદિરના ટ્રસ્ટીને પણ વાત કરી અને લગ્ન અટકાવવા જણાવ્યું. જો લગ્ન થશે તો વિરોધ કરવામાં આવશે. હિન્દૂ શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્ર મુજબ સમાજિક વ્યવસ્થા સાથે જે લગ્ન થતા હોય છે, જેના વિરુદ્ધમાં જઈને આ લગ્ન થઈ રહ્યા છે.

    પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ આ નિર્ણયનેમાન્સિક વિકૃતિ ગણાવી છે.

    પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ આ નિર્ણયને માન્સિક વિકૃતિ ગણાવી છે.તેઓ એ કહ્યું છે કેમંદિરની તથા હિન્દૂ આસ્થાને ઠેસ પહોંચે તેવો નિર્ણય કર્યો છે.જે ખરે ખર ખુબજ ખરાબ છે.તેઓ એ કહ્યું છે કે આ શમા બિંદુ નામની છોકરીવિકૃત માનસિકતા ધરાવતી આ છોકરી છે જે સમાજમાંવિકૃતતા ફેલાઈ રહી છે.તેઓ એ કહ્યું તેનો આ નિર્ણય સમાજના બાળકોના દિમાગ પર ખોટી અસર કરે તેવો નિર્ણય કરી સમાજમાં દુષ્પ્રેણા ફેલાવી રહી છે.જેથી કરી જો તે કોઈ પણ મંદિરમાં લગ્ન કરશે તો તેનો શખત વિરોધ કરવામાં આવશે.ત્યારે હવે જોવું એ રહ્યું કે શું આ શમાં બિંદુના લગ્ન થશે કે પછી વિરોધનો વન્ટોળ આ શોલગામી લગ્નની મનસાને ત્યાજ રોકી દેશે તે આવનારો સમય જ બતાવશે.

    આ પણ વાંચો:  વડોદરામાં થશે અનોખા લગ્ન, યુવતી પોતાની સાથે જ કરશે લગ્ન



    આ પણ વાંચો: વડોદરામાં થશે અનોખા લગ્ન, યુવતી પોતાની સાથે જ કરશે લગ્ન, જાણો કેમ લીધો આવો નિર્ણય

    હું મારા જ ઘરમા કંકુ પગલાં કરીને આ પ્રથાનો પ્રારંભ કરવા માગું છું : શમા
     શમા એ જણાવ્યું હતું કે, દુનિયામાં આ પ્રકારનાં લગ્નો થાય છે જેને SOLOGAMY કહે છે, પરંતુ હજુ સુધી ભારતમાં કોઈ એ આ રીતે લગ્ન કર્યાં નથી , હું મારા જ ઘરમા કંકુ પગલાં કરીને આ પ્રથાનો પ્રારંભ કરવા માગું છું. વધુ માં ક્ષમા એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ કોઈ યુવતી ભલે બીજાના ઘરની માલકીન કે રાણી કહેવાતી હોય પરંતુ એ સ્ત્રી અંદરોઅંદર શું વેદના ભોગવે છે એ અન્ય કોઈ વ્યક્તિ સમઝી કે જાણી શકતું નથી.










    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन