અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર અને NRI મિતલ સરૈયા રહસ્યમય સંજોગોમાં ગુમ

News18 Gujarati
Updated: November 28, 2018, 11:33 AM IST
અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર અને NRI મિતલ સરૈયા રહસ્યમય સંજોગોમાં ગુમ
મિતલ સરૈયા (ફાઇલ તસવીર)

વડોદરા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિતલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગ વિસ્તારની ખાનગી બેંક પાસેથી રહસ્યમય રીતે ગુમથઇ ગયા હતા.

  • Share this:
ફરીદખાન પાઠાણ, વડોદરા

વડોદરા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિતલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગ વિસ્તારની ખાનગી બેંક પાસેથી રહસ્યમય રીતે ગુમથઇ ગયા હતા. અમેરિકાથી થોડા દિવસ માટે ગુજરાતમાં આવેલા મિતલ સરૈયા રહસ્યમય રીતે ગુમ થતાં પરિજનો કારેલીબાગ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમેરિકામાં સ્થાયી થયેલાં 51 વર્ષીય મિતલ સરૈયા ભૂતકાળમાં વડોદરા વતી ક્રિકેટ રમતા હતા. એક સમયે બીસીએની રણજી ટીમના સંભવીત ખેલાડી પણ હતાં. લગભગ એક દાયકા બાદ ગત સોમવારે મિતલભાઇ અમેરિકાથી ખાસ હોસ્પિટલમાં ધાખલ તેમના કાકાની ખબર કાઢવા માટે આવ્યા હતા.

થોડા દિવસો માટે આવેલા મિતલ સરૈયા કારેલીબાગ વિસ્તારની મુક્તાનંદ સોસાયટીમાં હતાં. મંગળવારે બપોરે તેઓ આમ્રપાલી કોમ્પ્લેક્સ સ્થિતિ ખાનગી બેન્કમાં કામ માટે ગયાં હતા.

મિતલ સરૈયા


બેન્કમાં પાસપોર્ટની નકલ માંગતા તેઓ ઘરે આવવા નીકળ્યા હતા. બેન્કથી નિકળ્યાં બાદ તેઓ ઘરે પહોચ્યા ન હતા. કલાકો વિત્યાં બાદ પણ તેઓ ઘરે ન આવતા તેમના સ્વજનોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારબાદ તાત્કાલિક સ્થાનિક કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.પોલીસે ચકાસેલા બેન્કના સીસીટીવમાં મિતલ સરવૈયાની હાજરી દેખાય છે. શનિવારે પરત અમેરિકા જવાના હતા આ કિ્સાની જાામ થતાં વડોદરા સ્થિત તેમના અંગેત મિત્રો અને પૂર્વ ક્રિકેટર્સ તાબડતોડ તેમના ઘરે દોડી ગયાં હતાં.
First published: November 28, 2018, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading