ઉત્તરાયણના તહેવારમાં પણ કોલ્ડવેવ જારી રહેશે તેવું અનુમાન રહેલ છે.
Vadodra Weather Forecast: હિમવર્ષા બાદ વડોદરા શહેરમાં કાતિલ ઠંડીએ જમાવટ કરી દીધી છે. સુસવાટાભેર ફૂંકાતા પવન વચ્ચે હાડ થીજવી દે તેવી ઠંડી યથાવત રહેતા લોકો ઠુંઠવાયા
વડોદરા: હિમવર્ષા બાદ વડોદરા શહેરમાં કાતિલ ઠંડીએ (Cold wave in Vadodra City) જમાવટ કરી દીધી છે. સુસવાટાભેર ફૂંકાતા પવન વચ્ચે હાડ થીજવી દે તેવી ઠંડી યથાવત રહેતા લોકો કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગઈકાલ બુધવારના રોજ વડોદરા શહેરમાં ઠંડીનો પારો 9 ડિગ્રી નોંધાતા શહેરીજનો ઠુઠવાયા હતા. 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વડોદરા શહેર ટાઢુંબોળ બની ગયું હતું. અને તેનો ઠંડીનો બપોરે પણ અનુભવ થયો હતો.
કોલ્ડવેવને પગલે પવનની ગતિ વધતા કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે ચાર દિવસ હજુ પણ લોકોને ઠંડીમાં રાહત મળે તેવા કોઈ અણસાર દેખાતા નથી. આ ઉપરાંત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર પણ થઈ શકે છે. ઉત્તરાયણના તહેવારમાં પણ કોલ્ડવેવ જારી રહેશે તેવું અનુમાન રહેલ છે.
કાતિલ ઠંડીની ઝપટમાં આવી ગયેલા વડોદરા શહેરના લોકો ગરમ વસ્ત્રોના સહારે દિવસો પસાર કરી રહ્યા છે. ગયા અઠવાડિયાની 8 મી જાન્યુઆરી શનિવારના રોજ ઠંડીનો પારો 18 ડિગ્રી નોંધાયો હતો. જે એકાએક 9મી જાન્યુઆરીએ 10 ડિગ્રીના ઘટાડા સાથે 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ 10 મી જાન્યુઆરીએ 8 ડિગ્રી સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે બન્યો હતો. 11મી જાન્યુઆરીથી આજના દિવસ સુધી ઠંડીનો પારો 9 ડિગ્રી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી સતત 10 ડિગ્રીથી નીચે ઠંડી અનુભવાતા વડોદરા શહેર ઉઠવાયું છે.
આજરોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. આજરોજ ગુરૂવાર સવારથી ધ્રૂજાવી દે તેવી ઠંડી અનુભવાઇ રહી છે. જેની ભરબપોરે પણ અસર અનુભવાશે. એકંદરે લોકો એ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કોઈ ખાસ કામ હોય તો જ બહાર નીકળવું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર