Home /News /madhya-gujarat /Vadodara: વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના આ ખેલાડિયો પર્ચમ લહેરાવશે; આવી છે પ્રેક્ટિસ

Vadodara: વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના આ ખેલાડિયો પર્ચમ લહેરાવશે; આવી છે પ્રેક્ટિસ

ગુજરાતના

ગુજરાતના ખેલાડીઓ ઇટાલીના વેનિસમાં વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં રમશે...

કિકબોક્સિંગના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના ખેલાડીઓ ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા 30મી સપ્ટેમ્બર 2022 થી 9મી ઑક્ટોબર 2022 દરમિયાન યોજાવા જઇ રહી છે. 

    Nidhi Dave, Vadodara: વડોદરાના પાંચ સહિત ગુજરાતના ખેલાડીઓ ઇટાલીના વેનિસમાં વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2022 તરફ આગળ વધી રહ્યા છે. કિકબોક્સિંગના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના ખેલાડીઓ ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

    આ ખેલાડીઓને નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં તેમના અદ્ભુત પ્રદર્શન દ્વારા સ્ટેટ એસોસિએશન અને નેશનલ ફેડરેશનમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આકરી સ્પર્ધા બાદ હવે તેઓ ઇટાલી, વેનિસ ખાતે યોજાનારી વાકો વર્લ્ડ ચેમ્પિયનશિપ ફોર ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર્સ માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ સ્પર્ધા 30મી સપ્ટેમ્બર 2022 થી 9મી ઑક્ટોબર 2022 દરમિયાન યોજાવા જઇ રહી છે.

    પ્રબીર શાહની, આર્યન ઠાકોર, પવની દયાલ, ધ્રુવ પટેલ, દેવાંશી ડોડિયા, અંશ પરમાર સહિતના ભારતના 46 ખેલાડીઓની ટીમ ભાગ લેશે. તેઓ બધા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પ્રદર્શન કરવા અને ભારત માટે મેડલ જીતવા માટે ઉત્સાહિત છે. આર્યન 5 વર્ષ, પાવની - 2 વર્ષ, પ્રબીર - 3 વર્ષ, દેવાંશી - 4 વર્ષ, અંશ - 2 વર્ષ અને ધ્રુવ - 4 વર્ષથી રમી રહ્યા છે.

    આ પણ વાંચો: નેશનલ ગેમ્સમાં મેડલ મેળવવા આ ખેલાડિયો કરી રહ્યા છે તનતોડ મહેનત: જુઓ વીડિયો

    "અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પ્રથમ વખત ગુજરાતના પાંચ ખેલાડીઓ વડોદરાના અને એક વલસાડના છે, જેઓ બાળકો, કેડેટ્સ અને જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 46 ખેલાડીઓની ટીમનો ભાગ છે જે ટૂર્નામેન્ટમાં રમશે. આમા કુલ સાત ઈવેન્ટ્સ છે - પોઈન્ટ ફાઈટ, લાઈટ કોન્ટેક્ટ, કિક લાઈટ, ફુલ કોન્ટેક્ટ, લો કીક અને K1. તમામની પસંદગી છેલ્લા બે વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ કરવામાં આવી છે, એમ સિદ્ધાર્થ ભાલેઘરે, કિકબોક્સિંગ એસોસિએશન ગુજરાતના પ્રમુખ અને ભારતીય ટીમના કોચે જણાવ્યું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gold Medal, India Sports, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन