વડોદરા: જૂન મહિનામાં વડોદરા એક મહા રમતમેળાનું (Grand Sports Championship) યજમાન બનશે. જેમાં 35 થી લઈને 100 વર્ષની ઉંમર સુધીના વડીલ ખેલાડીઓ દેશભરમાંથી વડોદરા આવશે. શહેરના માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ (Manjalpur Sports Complex) ખાતે જૂન મહિનામાં તા. 16 થી 19 દરમિયાન, ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ (Narional Open Masters Athletic Championship) રમાશે. આ રાષ્ટ્રીય કક્ષાનો મહા રમતોત્સવ આઝાદી કા અમૃત પર્વ, ખેલો ઇન્ડિયા (Khelo India), ફીટ ઇન્ડિયા (Fit India), ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા આયામોને વણી લઈને યોજવામાં આવી રહ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Gujarat Sports University) અને માસ્ટર્સ એથલેટિક એસોસિએશન ઓફ ગુજરાત તેના મુખ્ય આયોજકો છે.
દેશભરમાંથી અંદાજે 2000 જેટલા વડીલ ખેલાડીઓ તેમાં ભાગ લેશે જે પૈકી ઘણાં આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે.
આ આયોજનમાં એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું પ્રોત્સાહન પ્રાપ્ત છે તેવી જાણકારી આપતાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે, દેશભરમાંથી અંદાજે 2000 જેટલા વડીલ ખેલાડીઓ તેમાં ભાગ લેશે જે પૈકી ઘણાં આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. 35 થી 100 વર્ષની ઉંમરના વડીલ રમતવીરો આ આયોજન હેઠળ શહેરના મહેમાન બનશે. આ એક ખૂબ સરસ આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રમાણેનું આયોજન અગાઉ કોઈ પણ શહેરમાં થયું નથી. ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને વડોદરામાં પહેલી વાર યોજાવવાજઈરહ્યું છે.
રમતોત્સવ વડોદરાવાસીઓ માટે ઉમદા તક છે. તેઓ તેમાં ભાગ લે અને નિહાળે :પૂર્વ મેયર,વડોદરા
પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વડોદરાને અને ગુજરાતને રમતની અદ્યતન સુવિધાઓ આપી, ખેલ મહાકુંભ જેવા આયોજનો કર્યા જેના પગલે રાજ્યમાં રમત પર્યાવરણ મજબૂત બન્યું છે. તેમણે જણાવ્યું કે આ રમતોત્સવ વડોદરાવાસીઓ માટે ઉમદા તક છે. તેઓ તેમાં ભાગ લે અને નિહાળે. આ પ્રસંગે ડો. અર્જુનસિંહ મકવાણા અને વડીલ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર