Home /News /madhya-gujarat /

Vadodara: ધોરણ 10 અને 12ના છાત્રો માટે 26મેએ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

Vadodara: ધોરણ 10 અને 12ના છાત્રો માટે 26મેએ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

વ્યવસાયિક અભ્યાસક્રમોની માહિતી ઉપરાંત કારકીર્દિનું ઘડતર માટે અપાશે માર્ગદર્શન...

હાલમાં બોર્ડની પરીક્ષા લેવાઈ. જેમાં લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માંથી પાસ થઈને એમને મનગમતા ક્ષેત્રે આગળ વધશે. તો એમને અનુરૂપ ફિલ્ડ કઈ છે, કઈ જગ્યા એ ભણવું અથવા તો નોકરી માટે જવું એ તમામ બાબતની જાણકારી વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે તેવો પ્રયાસ.

વધુ જુઓ ...
    વડોદરા: હાલમાં બોર્ડની પરીક્ષા (Board exams) લેવાઈ. જેમાં લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માંથી પાસ થઈને એમને મનગમતા ક્ષેત્રે આગળ વધશે. તો એમને અનુરૂપ ફિલ્ડ કઈ છે, કઈ જગ્યા એ ભણવું અથવા તો નોકરી માટે જવું એ તમામ બાબતની જાણકારી વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું (Career Opportunity) આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ ખાસ જોડાય એવી અપેક્ષા સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ એક ખૂબ સારી નવી પહેલ કરવામાં આવી છે. જેનો શહેરીજનોએ અવશ્ય પણે લાભ લેવો જ જોઈએ.

    આગામી તા. 26ના ગુરુવારના રોજ વડોદરા શહેરમાં સયાજી નગરગૃહ ખાતે સવારના 9 વાગ્યાથી કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર યોજાશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલી પહેલના ભાગરૂપે આગામી તા. 26ના ગુરુવારના રોજ વડોદરા શહેરમાં સયાજી નગરગૃહ ખાતે સવારના 9 વાગ્યાથી કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર યોજાવાનો છે. ધોરણ 10 અને 12 પછી થતાં વ્યવસાયિક અભ્યાસક્રમોની માહિતી ઉપરાંત કારકીર્દિનું ઘડતર કેવી રીતે કરવું તેનું માગદર્શન આ સેમિનારમાં આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને સરળતા રહેશે કે એમને કઈ દિશામાં આગળ વધવું. ભવિષ્ય માટે આ એક ખૂબ સારી પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભાવિ આ સેમિનારથી ઘડાશે. યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. જે વિદ્યાર્થીઓ હાલમાં નક્કી નથી કરી શક્યા કે આગળ શું કરવું, એમની માટે આ ખૂબ જ ઉત્તમ તક છે.

    આ પણ વાંચો: દીવાલ પડવાથી થયા હતા 12ના મોત, કંપનીના માલિક સહિત 8 સામે ગુનો નોંધાયો

    સયાજી નગરગૃહ ખાતે યોજનારા સેમિનારમાં શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી ઓનલાઇન જોડાઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે.

    કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં ઉક્ત સેમિનારના આયોજન માટેની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમના આયોજન માટે રચનાત્મક સૂચનો ઉપરાંત આ સેમિનાર વિદ્યાર્થીલક્ષી બની રહે તેવું કરવા સૂચના આપી હતી. તદ્દાનુસાર સયાજી નગરગૃહ ખાતે યોજનારા સેમિનારમાં શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી ઓનલાઇન જોડાઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે. આ ઉપરાંત મેયર કેયુર રોકડિયા ઉપરાંત એમએસ યુનિવર્સિટીના કુલપતિ શ્રીવાસ્તવ પણ છાત્રોને માગદર્શન આપશે. આ એક ખૂબ જ સારી વિદ્યાર્થીઓ માટે તક છે. આનો લાભ અચૂક પણે લેવો જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર