Home /News /madhya-gujarat /

સ્કૂલ ચલે હમ: 20 માસથી સૂમસામ પ્રાથમિક શાળાઓ ફરી બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી

સ્કૂલ ચલે હમ: 20 માસથી સૂમસામ પ્રાથમિક શાળાઓ ફરી બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી

વડોદરા જિલ્લાની 1053 પ્રાથમિક શાળાઓમાં સવા લાખ બાળકોનો પ્રત્યક્ષ અભ્યાસ શરૂ

કોરોના મહામારીને કારણે છેલ્લા 20 માર્ચથી બંધ પડેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓ આજે ફરીને શરૂ થતાની સાથે બાળકો દફતર લઈને શાળાએ પહોંચ્યા 

    વડોદરા:  કોરોના મહામારીને કારણે છેલ્લા 20 માર્ચથી બંધ પડેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓ આજે ફરીને શરૂ થતાની સાથે બાળકો દફતર લઈને શાળાએ પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાઓ બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી છે. કોરોના મહામારીને કારણે માસૂમ બાળકોને તેનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગત્ત વર્ષની તા. 20 માર્ચથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેથી શાળાઓ બંધ પડી હતી.


    જો કે, શાળાઓ બંધ હતી પણ શિક્ષણ કાર્ય નહિ. પ્રાથમિક શાળાના શિક્ષકોએ શેરી શિક્ષાનું અભિયાન હાથ ધર્યું હતું. ગુરુજનો બાળકોના ઘરના આંગણા સુધી પહોંચ્યા હતા અને શેરીમાં જ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આ અભિયાનને પરિણામે બાળકોના અભ્યાસ બગડ્યો નહિ. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરીએ જણાવ્યું હતું.


    હવે ફરી શાળાઓ શરૂ થતાં વડોદરા જિલ્લાની 1053 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. આ શાળામાં સવા લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે ખાનગી શાળાઓ શરૂ થાય છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થતાં વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.

    આ પણ વાંચો: સાપુતારા: શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

    ફરી એક વખત પ્રાથમિક શાળાઓ ખુલતાની સાથે જ શિક્ષકો તથા બાળકો ખૂબ જ ખુશ જોવા મળ્યા. ઘણા મહિનાઓ પછી શિક્ષકો અને બાળકો અરસપરસ એકબીજાને મળી શક્યા. તથા ઓફલાઈન શિક્ષણ બાળકોને આપવામાં આવ્યું. બાળકો ફરી એક વખત પોતાની શાળાએ આવી ને ખુબ જ હર્ષોલ્લાસ સમાતો ન હોય એવી હાલતમાં જોવા મળી રહ્યા હતા. પરંતુ હજી પણ બાળકોની સંખ્યા જોઈએ એટલી શાળામાં જોવા મળી ન હતી ખૂબ જ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કારણ કે, હજી પણ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે ચિંતિત છે. કોરોનાની મહામારી હજી પણ સંપૂર્ણપણે ગઈ નથી. તો તેવા સંજોગોમાં વાલીઓ પણ બાળકોને સ્કૂલે આવવા દેવા માટે 100% સંમત નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन