Home /News /madhya-gujarat /

Vadodara: શહેરમાં રાજમાર્ગો પર જોવા મળ્યો દેશભક્તિનો રંગ, નાના બાળકો પણ તિરંગાના રંગે રંગાયા

Vadodara: શહેરમાં રાજમાર્ગો પર જોવા મળ્યો દેશભક્તિનો રંગ, નાના બાળકો પણ તિરંગાના રંગે રંગાયા

નાના

નાના ભૂલકાઓ પણ રાષ્ટ્રધ્વજ ખરીદતા નજરે ચડયા અને દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી

પ્રજાસત્તાક દિનને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકભારતનો(India) રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માંભારતનું બંધારણ (Indian Constitution)અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ (British) વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

વધુ જુઓ ...
    વડોદરા: 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન (Republic Day) તરીકે ઉજવવામાં આવતો હોય છે. પ્રજાસત્તાક દિનને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકભારતનો(India) રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માંભારતનું બંધારણ (Indian Constitution)અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ (British) વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

    આ પણ વાંચો: પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર

    જેમાં આજરોજ વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા. જે એક ખુબ જ સુંદર નજારો હતો. એ જોઈને આપણને દેશ પ્રત્યે એક ગૌરવની અનુભૂતિ કરાવતો હોય છે. એમાં આજરોજ ખાસ ધ્વજમાં અલગ અલગ વેરાઇટી જોવા મળી હતી. જેમાં ખાસ કરીને ધ્વજના ચિત્ર વાળી ટોપી, બ્રેસલેટ, બ્રોચ, ચકરી, હેર બેન્ડ, સાફા, ઝુમ્મર વગેરે જોવા મળ્યું હતું. જેમાં શહેરીજનો પોતાની દેશભક્તિ અલગ અલગ વસ્તુઓ ખરીદીને પ્રદર્શિત કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ રાષ્ટ્રધ્વજ ખરીદતા નજરે ચડયા હતા અને તેમણે પણ દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર