Home /News /madhya-gujarat /Vadodara: જમનાબાઈ હોસ્પિટલના પાંચ ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત, વાધોડિયામાં 470 કેસ

Vadodara: જમનાબાઈ હોસ્પિટલના પાંચ ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત, વાધોડિયામાં 470 કેસ

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1653 થઇ ગઇ છે

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં આજે પણ વધારો થયો છે. ગઇકાલે આવેલા કેસની સંખ્યા કરતા આજે 72 કેસ વધારે આવ્યા છે. 

વડોદરા: શહેરમાં કોરોનાના કેસમાં આજે પણ વધારો થયો છે. ગઇકાલે આવેલા કેસની સંખ્યા કરતા આજે 72 કેસ વધારે આવ્યા છે. મેડિકલ કોલેજના 7 પી. જી. રેસિડેન્ટ ડોક્ટર્સ અને જમનાબાઇ હોસ્પિટલના પાંચ ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1653 થઇ ગઇ છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાક દરમિયાન જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુના મીલ, તાંદલજા, અકોટા, સમા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયા વિસ્તારમાંથી કુલ 8, 908 લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી 470 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ગઇકાલે 1,353 હતી. જે આજે વધીને 1,653 થઇ ગઇ છે. જે પૈકી 1,501 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 152 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. વેન્ટિલેટરના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા ગઇકાલ જેટલી જ છે. જ્યારે આઇ. સી. યુ માં દાખલ દર્દીઓની સંખ્યા ગઇકાલે 14 હતી. જે આજે ઘટીને 12 થઇ ગઇ છે. 47 દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર છે. અને 88 દર્દીઓ ઓક્સિજનના માઇલ્ડ સપોર્ટ પર છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યા ગઇકાલે 1,867 હતી. જેમાં આજે 236 નો વધારો થતા 2,103 થઇ ગઇ છે.

આ પણ વાંચો: Vadodara Weather: છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તૂટયો, વડોદરા શહેરનું તાપમાન 8 ડિગ્રી પહોંચ્યું

જમનાબાઇ હોસ્પિટલના એક સર્જન, બે ફિઝિયોથેરાપિસ્ટ, એક ફિઝિશિયન અને એક મેડિકલ ઓફિસર કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે બરોડા મેડિકલ કોલેજના સાત પી. જી. રેસિડેન્ટ ડોક્ટર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. વડોદરા શહેરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં લોકોએ કાળજી રાખવાની જરૂર છે. તદુપરાંત કોરોના ગાઇડ લાઇનનો અચૂક પણે પાલન કરવું જોઈએ. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, તદુપરાંત સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરતા રહેવું જોઈએ.
First published:

Tags: Corona cases, Corona guidelines, COVID-19, વડોદરા શહેર