Vadodara: ઇતિહાસમાં પ્રથમ વખત ઓપન પ્લેટફોર્મ પર શિક્ષકો સાથે મેયરે કરી ચર્ચા
Vadodara: ઇતિહાસમાં પ્રથમ વખત ઓપન પ્લેટફોર્મ પર શિક્ષકો સાથે મેયરે કરી ચર્ચા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેયુર રોકડીયા અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજ રોજ વડોદરા શહેરના પ્રથમ નાગરિક કેયુર રોકડિયા અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજ રોજ વડોદરા (Vadodara) શહેરના પ્રથમ નાગરિક કેયુર રોકડિયા અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેયુર રોકડીયા અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ વડોદરા શહેરના મેયર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.
ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા મેયરે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત પહેલ કરીને શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકો સાથે વાર્તાલાપ કરી તથા શિક્ષકોને શાળામાં કઈ તકલીફ છે તથા બાળકોની સુવિધામાં શું વધારો કરી શકાય, વાલીઓ સાથે સંપર્ક કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરી.
તથા સાથે સાથે મીડિયા મિત્રોની હાજરીમાં જ મુખ્ય શિક્ષકો સાથે બજેટની ઓપન પ્લેટફોર્મ પર ચર્ચા કરીને બજેટમાં ક્યાં ક્યાં સુધારા વધારા કરી શકાય એની પણ ચર્ચા કરવામાં આવેલ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર