Home /News /madhya-gujarat /Vadodara: સાવલી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા અપાતા કોર્ટ સંકુલમાં સન્નાટો
Vadodara: સાવલી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા અપાતા કોર્ટ સંકુલમાં સન્નાટો
સાવલી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ આરોપીને ફાંસીની સજા થઇ હોય તેવો પ્રથમ કિસ્સો છે.
બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતા છાલીયેર ગામમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. મૃતકના પરિવારજનોએ કોર્ટે આપેલા ચુકાદા અંગે જણાવ્યું હતું કે, આજે અમારા પરિવારના બાળકને ન્યાય મળ્યો છે.
વડોદરા: છ વર્ષ પહેલાં બાળકનું અપહરણ (Child abduction) કરી જઇ તેની હત્યા (Murder) કરનાર આરોપીને સાવલી કોર્ટે (Savli Court) ફાંસીની સજા (Death penalty) અને જિલ્લા કાનુની સહાયતા મંડળને બાળકના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. નોંધનીય છે કે, સાવલી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, વર્ષ-2016માં ડેસર તાલુકાના છાલીયેર ગામના છ વર્ષના બાળકનું 20 વર્ષિય યુવાન ધીરેન્દ્રસિંહ ઠાકોર અપહરણ કરી ગયો હતો. અપહરણ બાદ ગભરાઇ ગયેલા ધીરેન્દ્રસિંહ ઠાકોરે બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે તે સમયે આ બનાવે સમગ્ર ડેસર અને સાવલી પંથકમાં સનસનાટી મચાવી મુકી હતી. દરમિયાન આ બનાવ અંગે ડેસર પોલીસે આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોર સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો હતો.
ઉલ્લેખનિય છે કે, સાવલી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ આરોપીને ફાંસીની સજા થઇ હોય તેવો પ્રથમ કિસ્સો છે. બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતા છાલીયેર ગામમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. મૃતકના પરિવારજનોએ કોર્ટે આપેલા ચુકાદા અંગે જણાવ્યું હતું કે, આજે અમારા પરિવારના બાળકને ન્યાય મળ્યો છે.