Home /News /madhya-gujarat /Vadodara: તમારી આસપાસ રહેતા લોકોમાં આ લક્ષણ દેખાય તો ચેતી જજો! તરત આ નંબર પર સંપર્ક કરજો

Vadodara: તમારી આસપાસ રહેતા લોકોમાં આ લક્ષણ દેખાય તો ચેતી જજો! તરત આ નંબર પર સંપર્ક કરજો

X
આત્મહત્યા

આત્મહત્યા જેવા કઠોર પગલા ભરતા લોકોને મદદરૂપ થવા માટેની સુવિધાઓથી સજ્જ...

વડોદરામાં આત્મહત્યા અટકાવવા માટે પ્રથમ મોબાઈલ કાઉન્સેલિંગ વાન શરૂ કરવામાં આવી છે. સામાન્યરીતે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન આત્મહત્યાની ઘટનો વધુ બનતી હોય છે.

Nidhi Dave, Vadodara: વિકસિત થઇ રહેલા ભારત દેશની યુવાપેઢીમાં સોશિયલ મીડિયાનું વળગણ વધ્યું છે અને આ માધ્ય્મથી ઝડપથી સક્સેસ થવાની પણ યુવાનોમાં હોડ લાગી છે. જેમાં નિષ્ફ્ળતા મળતા અનેક યુવાનો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. ઝડપી સફળતા માટે દોડતા યુવાનો આખરે આત્મહત્યાનો આખરી માર્ગ પસંદ કરે છે.

દેશમાં છેલ્લા અનેક વર્ષથી આત્મહત્યાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે વડોદરામાં અમમ કાઉન્સિલિંગ સેન્ટરે આત્મહત્યાને રોકવાની નવતર પહેલ કરી છે. આનંદ આશ્રમ અને વડોદરા શી ટીમની સાથે મળી આત્મહત્યા પર અંકુશ આવે અને લોકો પોતાની વાત દિલ ખોલીને કરી શકે,



તે માટે મોબાઈલ કાઉન્સેલિંગ વાનની શરૂઆત કરવામાં આવી છે, જે અલગ અલગ વિસ્તારમાં જઈ લોકોની વાત જાણશે અને તેમને ડિપ્રેશનમાંથી દૂર કરી આત્મહત્યા જેવું પગલું ન ભરવા સમજાવી ડીપ્રેશનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરશે.



જાન્યુઆરીથી મે મહિનામાં વધુ આત્મહત્યા

પૂર્વી ભીમાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન વધુ આત્મહત્યાના કિસ્સાઓ આવતા હોય છે અને એનું મુખ્ય કારણ ઠંડી, ઓછી ક્રિયાપ્રતિક્રિયા અને ઓછા તહેવારો આવવાને કારણે મિત્રો અને પ્રિયજનો સાથે ન મળવાની પરિસ્થિતિ,



તથા પરીક્ષાઓના દબાણ અને વ્યવસાયના લક્ષ્યો પૂરા કરવાના દબાણને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પહેલમાં વડોદરા શહેરની શી ટીમ અને આનંદ આશ્રમ સેવા ટ્રસ્ટ પણ જોડાયેલું છે.



વાન ફોન કોલ ઉપર ઉપલબ્ધ

આ વાનમાં લીંબુનો રસ, એરોમા થેરાપી, સુગર લેવલ જાળવવા માટે ચોકલેટ્સ અને વ્યક્તિને શાંત કરવા માટે જરૂરી વસ્તુઓ અને તેનો અસરકારક ઉપાય પણ રાખવામાં આવ્યો છે. વાનને એવી રીતે ડિઝાઇન કરી છે કે, સામસામે વાત કરી શકે અને સાથે જ તેમની લાગણીઓનું અવલોકન પણ કરી શકે. આ વાન ફોન કોલ પર ઉપલબ્ધ થશે અને સાથે મોબાઇલ એપ્લિકેશનમાં પણ જોઈ શકાશે કે વાન કયા સમયે કયા સ્થળ પર ઉપલબ્ધ છે.

આત્મહત્યા પહેલા ત્રણ અઠવાડિયા માણસ શાંત થઇ જાય

આત્મહત્યા કરવાના મુખ્ય લક્ષણોમાં માણસના સ્વભાવ અને રોજિંદી ક્રિયાઓમાં ફેરફાર નોંધાવા લાગે છે. આત્મહત્યા કરવાના ત્રણ અઠવાડિયા પહેલાથી જ માણસ શાંત થઈ જાય છે, ચૂપચાપ રહેવું પસંદ કરે છે, ખાવા પીવાનો સમય બદલાય જાય છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ પણ માણસ આપી શકતું નથી, એની આસપાસ શું થઈ રહ્યું છે, એની પણ એને ખબર હોતી નથી. આ બધા લક્ષણો સામાન્ય રીતે આત્મહત્યા કરતા પહેલા માણસમાં જોવા મળતા હોય છે.

ટીમનાં 10 સભ્યો છે, 200 લોકોને અટકાવ્યા

વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં અમારી ટીમમાં 10 સભ્યો છે અને દરેક સુધી પહોંચવા માટે હું તેને વધારીને 30 ટ્રેઈનર્સ કરવાનું આયોજન કરી રહી છું. પૂર્વી ભીમાણી એક મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર છે અને વર્ષ 2006 થી લોકોને મદદ કરે છે. તેણીએ અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોમાં આત્મહત્યાના વિચારો અટકાવવામાં 100% પરિણામ મેળવ્યું છે.



આ નંબર ઉપર સંપર્ક કરો

વાન એ સમાજની તેમની સેવાના વિસ્તરણ સમાન છે. તેણીએ કહ્યું કે, આ એક માનદ સેવા છે અને કોઈપણ તેની ટીમ સાથે જોડાઈને આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ શહેરીજનો નિ:શુલ્ક લઈ શકે છે. અહીં જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો: 966-485-4995 / https://www.spif.in/
First published:

Tags: Emergency, Local 18, Vadodara

विज्ञापन