વડોદરામાં પૂર બાદ લેપ્ટોસ્પાયરોસીસનો પહેલો કેસ નોંધાયો; બીમારીના ઘર

વડોદરામાં લેપ્ટોસ્પાયરોસીસનો આ પહેલો કેસ છે. શહેરમાં બે વાર પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને પુર્વ વિસ્તારોમાં પણ ઠેરઠેર પાંણી ભરાયા હતા આથી ગંદકીની સમસ્યાઓ વકરી હતી. 

News18 Gujarati
Updated: September 4, 2019, 2:28 PM IST
વડોદરામાં પૂર બાદ લેપ્ટોસ્પાયરોસીસનો પહેલો કેસ નોંધાયો; બીમારીના ઘર
વડોદરા પુૂરના કારણે રોગચાળો ફેલાયો છે.
News18 Gujarati
Updated: September 4, 2019, 2:28 PM IST
ફરીદખાન: વડોદરા: વડોદરા (Vadodara) માં વિશ્વામિત્રી  (Viswamitri River)નદી નાંપૂરનાં પાંણી ઓસર્યા બાદ અને પુર્વ વિસ્તારોમાં દુષિત પાંણીની સમસ્યા સર્જાઇ છે. પાણીજન્ય રોગોની સાથે સાથે આજે વારસિયા વિસ્તારની એક મહિલા દર્દીનો લેપ્ટોસ્પાયરોસીસ (Leptospirosis) નો પોઝીટીવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે.

હાલ આ મહિલાને સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) સારવાર માંટે દાખલ કરવામાં આવી છે. લેપ્ટોસ્પાયરોસીસ તાવને ‘ઉંદરીયા તાવ’ પણ કહેવામાં આવે છે અને પ્રાણીઓનાં મળમુત્ર મિશ્રિત પાંણી પીવામાં આવે તો આ રોગ થાય છે.

વડોદરામાં લેપ્ટોસ્પાયરોસીસનો આ પહેલો કેસ છે. શહેરમાં બે વાર પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને પુર્વ વિસ્તારોમાં પણ ઠેરઠેર પાંણી ભરાયા હતા આથી ગંદકીની સમસ્યાઓ વકરી હતી.

શહેરમાં પુર્વ વિસ્તારમાં વારસિયા, ફતેંપુરા ગાજરાવાડી, પાંણીગેટ, વાઘોડિયો રોડ વગેરે વિસ્તારોમાં દુષિત પાંણીની સમસ્યા વિકટ છે.

સયાજી હોસ્પિટલનાં અઘિક્ષક રાજીવ દેવશ્વરે જણાવ્યું કે, “જે મહિલાનો લેપ્ટોસ્પાયરોસીસ તાવનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે મહિલા વારસિયા વિસ્તારની છે અને તેની સારવાર ચાલી હેઠળ છે”.

મહાનગરપાલિકા સંચાલિત નિમેટા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ સ્ટ્રકચરલ ખામી સામે આવ્યા બાદ મનપા દ્વારા 10થી વઘુ પુર્વ વિસ્તારની પાંણીની ટાકીઓ અને સંપની સાફસફાઇ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ પણ દુષિત પાંણીની સમસ્યા ઉકેલી શકાઇ નથી.
Loading...

બીજી બાજુ પૂરનાં પાંણી ઓસર્યા બાદ લેપ્ટોસ્પાયરોસીસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ માંટે એક પડકાર ઉભો થયો છે. આરોગ્ય અઘિકારી મુકેશ વૈઘે જણાવ્યું કે, “શહેરમાં સાફસફાઇને પ્રાથમિક આપવામાં આવી રહી છે અને આરોગ્યતંત્ર સજાગ છે. પેરામેડિકલ કર્મચારીઓ અને વિવિધ ટીમો આજે પણ શહેરનાં વોર્ડ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે,” .

 
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...