વડોદરાઃગૃહકલેસમાં પત્નીને ત્રણ ગોળીઓ ધરબી દીધી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 3:43 PM IST
વડોદરાઃગૃહકલેસમાં પત્નીને ત્રણ ગોળીઓ ધરબી દીધી
વડોદરા : વડોદરામાં ગૃહકલેશથી કંટાળી પતિએ પત્ની પર ફાયરિંગ કરતા ચકચાર મચી છે. પત્નીને પતાવી દેવાનાં આશય સાથે ઘરમાં ધસી ગયેલા પતિએ પત્નીને એક પછી એક ત્રણ ગોળી મારી દેતા ગંભીર હાલતમાં પત્નીને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 3:43 PM IST
વડોદરા : વડોદરામાં ગૃહકલેશથી કંટાળી પતિએ પત્ની પર ફાયરિંગ કરતા ચકચાર મચી છે. પત્નીને પતાવી દેવાનાં આશય સાથે ઘરમાં ધસી ગયેલા પતિએ પત્નીને એક પછી એક ત્રણ ગોળી મારી દેતા ગંભીર હાલતમાં પત્નીને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

પતિ પત્ની વચ્ચે ચાલતા સામાન્ય ગૃહ કલેશનું વડોદરામાં ગંભીર પરિણામ આવ્યું છે. વારંવાર થતા ઝઘડાથી કંટાળી વડોદરામાં પતિ દ્વારા પત્નીને ગોળી મારી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરનાં તાંદલજા વિસ્તારમાં આવેલ સહકારનગરમાં રહેતા રફીક અને તેની પત્ની રઝિયા વચ્ચે વર્ષોનાં દાંપત્યજીવનમાં અવારનવાર નાની નાની બાબતોમાં તકરાર થતી હતી. સમય જતાં આ તકરાર ઝઘડા અને છેવટે છૂટાછેડા જેવી પરિસ્થિતિમાં પરિણમી હતી. છેલ્લા ઘણા સમયથી બંને પતિ પત્ની અલગ અલગ રહેતા હતા.

ગૃહ કલેશથી કંટાળેલો રફીક રવિવારે સવારે એકાએક પત્ની રઝિયાનાં રૂમમાં ધસી ગયો હતો. અને તેની પાસે રહેલો દેશી તમંચો કાઢી પત્ની રઝિયા પર ફાયરિંગ કરી દીધું હતું. શરીરનાં ભાગે ત્રણ અલગ અલગ જગ્યાએ ગોળી વાગતા પત્ની ઢળી પડી હતી. ઘટનાને પગલે દોડી આવેલા પડોસીઓ અને તેના ભાઇ હનીફે ગંભીર રીતે ઘવાયેલ રઝિયાને સયાજી હોસ્પિટલ ખસેડી હતી.

ગોળી મારી પત્નીને મોતને ઘાટ ઉતારવાના પતિના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાને પગલે તાંદલજા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે પત્ની પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરનાર પતિ રફીકની ધરપકડ કરી હતી.
First published: May 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर