Home /News /madhya-gujarat /

વડોદરા : SSG હૉસ્પિટલના ICUમાં આગ લાગી, દર્દીઓને જીવના જોખમે 4.6 કીમી દૂર ગોત્રી હૉસ્પિટલમાં લઈ જવાયા

વડોદરા : SSG હૉસ્પિટલના ICUમાં આગ લાગી, દર્દીઓને જીવના જોખમે 4.6 કીમી દૂર ગોત્રી હૉસ્પિટલમાં લઈ જવાયા

આશરે 150 દર્દીઓ એસએસજીમાં સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

રાજ્યમાં કોવિડ હૉસ્પિટલમાં મોટી આગનો ત્રીજો બનાવ, શું સરકારી તંત્રની લાલિયાવાડી જવાબદાર?

    વડોદરા : રાજ્યમાં વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના (Vadodara SSG Hospital fire) આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હૉસ્પિટલના કોવિડ વોર્ડના આઈસીયુ2મા (Fire in ICU of SSG Hospital) આગની ઘટના સામે આવી છે. આગની ઘટના સામે આવતા જ નાસભાગ મચી ગઈ હતી. જોકે, ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આગની જાણ થતા જ લાશ્કરોનો કાફલો એસએસજી પહોંચી ગયો હતો. વડોદરાના કાલાઘોડા સર્કલથી ગોત્રીમાં આવેલા અન્ય કોવિડ (Gotri covid hospital) હૉસ્પિટલ વચ્ચે 4.6 કિલોમીટરનું અંતર હતું જેને જીવના જોખમે લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના થઇ હતી. બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે તમામ દર્દીઓને ગોત્રી મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા

    એસએસજી હોસ્પિટલમાં આવેલી ડેડીકેટેડ કોવીડ બિલ્ડીંગમાં મંગળવારે શોર્ટ સર્કિટ થતા આગની ઘટના સામે આવી હતી. દરમિયાન આઇસીયુ – 1 અને 2 માં અંદાજે 150 જેટલા લોકોની સારવાર ચાલી રહી હતી. જેમાં મોટાભાગના લોકો આધેડ હતા. આગ લાગતા વિજળી ગુલ થઇ હતી અને ટોર્ચના સહારે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર લાવવામાં આવ્યા હતા. લિફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓને તેમના બેડ સહિત નીચે દાદરા મારફતે લાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર નીચે લાવવામાં આવ્યા હતા.

    https://www.facebook.com/News18Gujarati/posts/2609954062668621

    ક્યાથી આગ લાગી

    ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ ક્ષણવારમાં ICU -2 માં ફેલાઈ જતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. તો બીજી તરફ, દર્દીઓ અને તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આગની ઘટના થતા ટ્રોમા સેન્ટરની વિજળી ડુલ થઇ હતી. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1295 નવા કેસ, 1445 દર્દી સાજા થયા, રિકવરી રેટ 81.78% થયો

    આરોગ્ય મંત્રીએ કહ્યું દર્દીઓ સલામત

    દરમિયાન આરોગ્ય મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. આગની ઘટના બાદ તંત્ર કામે લાગી ગયું હતું. અમારી પ્રાથમિકતા દર્દીઓને જલ્દી સારવાર મળે તેવી છે. બાકી અન્ય તપાસને લગતી પ્રક્રિયા પછી હાથધરીશું.

    આ પણ વાંચો :   વડોદરા : આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, અંધકારમાં ખેલાયો ખૂની ખેલ
    Published by:Jay Mishra
    First published:

    Tags: COVID19, SSG hospital, ગુજરાતી ન્યૂઝ, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन