પંચમહાલઃ પાવાગઢ નજીક ભાટ ગામ પાસે જંગલમાં આગ, વનવિભાગ આગથી અજાણ

News18 Gujarati
Updated: April 30, 2018, 8:32 PM IST
પંચમહાલઃ પાવાગઢ નજીક ભાટ ગામ પાસે જંગલમાં આગ, વનવિભાગ આગથી અજાણ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલા ભાટ ગામપાસેના જંગલોમાં આગ લાગી છે. પવન હોવાના કારણે આગ વધારે પ્રસરી રહી છે.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલા ભાટ ગામપાસેના જંગલોમાં આગ લાગી છે. પવન હોવાના કારણે આગ વધારે પ્રસરી રહી છે.

  • Share this:
ઉનાળામાં ગરમી વધવાની સાથે સાથે આગ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે. થોડા દિવસ પહેલા અરવલ્લીના જંગલોમાં આગ લાગી હતી તો આજે સોમવારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલા ભાટ ગામપાસેના જંગલોમાં આગ લાગી છે. પવન હોવાના કારણે આગ વધારે પ્રસરી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ડુંગર પર લાગેલી આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જંગલનો કેટલોક વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો. નવાઇની વાત તો એ છે કે આ લખાય છે ત્યાં સુધી આગ અંગે વનવિભાગના કર્મચારીઓને આગ અંગે જાણ જ નથી. આ ઉપરાંત જામનગર જિલ્લાના ખીજળીયા નજીક પેટ્રોલ પંપ ઉપર આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એક બાજુ, ચૈત્રી નવરાત્રીને લઈ શ્રદ્ધાઓનો પાવાગઢમાં ધસારો વધી રહ્યો હતો, બીજી બાજુ પાવાગઢની તળેટીના જંગલમાં બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ અને ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું, પણ આગ પર સંપૂર્ણ કાબૂ નહોતો મેળવી શકાયો, રાત્રીના સમયે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.બીજા દિવસે પણ ફરી ફાયર ફાઇટર અને વન વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા અને એમાં તેઓ સફળ રહ્યા હતા. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વન વિભાગ દ્વારા પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓને મીણબત્તી, સિગારેટ અને સૂકાં પાંદડાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
Published by: Ankit Patel
First published: April 30, 2018, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading