વડોદરાઃ સાઠોદ પાસે અચાનક કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ

News18 Gujarati
Updated: April 16, 2019, 7:13 PM IST
વડોદરાઃ સાઠોદ પાસે અચાનક કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ
કારમાં લાગેલી આગ

વડોદરાના ડભોઈના સાઠોદ પાસે અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ ગરમીના દિવસો વધવાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. જેમાં ખાસ કરીને વાહનોમાં આગ લાગ લાગવાની સ્થિતિ વધારે બની છે. આવી જ એક ઘટના વડોદરાના ડભોઇ પાસે બની હતી. જેમાં વાનમાં અચાનક જ આગ લાગી હતી. અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઇ હતી. જોકે અચાનક લાગેલી આગ વચ્ચે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે વડોદરાના ડભોઈના સાઠોદ પાસે અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. સાઠોદ પાસે મારૂતિ કારમાં આગ લાગી ગઈ હતી. જોકે કારમાં આગ લાગતા જ તાત્કાલિક કાર ચાલકને બચાવી લેવાયો હતો. કારમાં લાગેલી આગની જાણ ડભોઈ ફાયર ફાયટરને કરાતા કાફલો સ્થળ પર આવી પહોંચ્યો. અને આગ બુઝાવવાની કામગિરી શરુ કરી દેવાઈ હતી.

વીડિયોમાં દેખાય છે એમ કારની અંદરના ભાગેથી આજ ફાટી નીકળી હતી. અને ધીમે ધીમે આખી કાર આગમાં લપેટાઇ હતી.
First published: April 16, 2019, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading