Home /News /madhya-gujarat /

Vadodara: જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર મંત્રી રામદાસ આઠવલે શું કહ્યું જાણો?

Vadodara: જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર મંત્રી રામદાસ આઠવલે શું કહ્યું જાણો?

સરદાર સાહેબે સેંકડો રજવાડાનું વિલીનીકરણ કરીને અખંડ ભારતની રચના કરી: રાજ્ય મંત્રી

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા પછી વડોદરામાં ?

  વડોદરા: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા પછી વડોદરામાં માધ્યમ સંવાદ કર્યો હતો. તે પછી તેમણે દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા યોજિત કાર્યક્રમમાં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સનું વિતરણ કર્યું હતું.

  તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 2014 થી વિવિધ લોકલક્ષી જે યોજનાઓ અમલમાં મૂકી છે. તેનાથી દેશમાં અને ગુજરાતમાં કરોડો લોકો લાભાન્વિત થયાં છે અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસનું તેમનું સૂત્ર સાર્થક થયું છે. તેઓ સાચા અર્થમાં વિકાસ પુરુષ અને માત્ર ભારતના નહિ પણ વિશ્વના સૌ થી લોકપ્રિય નેતા છે.

  યોજનાવાર વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં 44 કરોડ 11 લાખથી વધુ અને ગુજરાતમાં 1 કરોડ 67 લાખથી વધુ ગરીબોના બેંક ખાતા ખુલ્યા છે. તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશમાં 32 કરોડથી વધુ લોકોને અને ગુજરાતમાં 99 લાખથી વધુ લોકોને ધિરાણ અને તેના માધ્યમથી આત્મ નિર્ભરતા મળી છે.

  આ પણ વાંચો: સુરત : દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત

  ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 8 કરોડ થી વધુ અને ગુજરાતમાં 34 લાખ થી વધુ ઘરોને રાંધણ ગેસ જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે જેના હેઠળ દેશમાં શહેરી ગરીબોને 53 લાખ 42 હજાર અને ગુજરાતમાં 6 લાખ 30 હજાર લોકોને તથા ગ્રામીણ ગરીબોને દેશમાં 2 કરોડ 12 લાખ 92 હજાર અને ગુજરાતમાં 3 લાખ 33 હજાર લોકોને ઘર મળ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી દેશમાં 2 કરોડ 78 લાખ થી વધુ અને ગુજરાતમાં 27 લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય રક્ષાનો લાભ મળી રહ્યો છે.

  આ પણ વાંચો: Valsad: ઇકબાલ બહુરૂપિયો બની ભગવાન શંકરનો ધારણ કર્યો વેશ, રમેશ નામ આપી માંગતો હતો ભિક્ષા

  તેમણે જણાવ્યું કે સરદાર સાહેબે સેંકડો રજવાડાનું વિલીનીકરણ કરીને અખંડ ભારતની રચના કરી. સરદાર સરોવર પાસે તેમની, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને મોદી સાહેબે ઘણું મોટું કામ કર્યું છે. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બમણી ઊંચી આ પ્રતિમા દેશની એકતાને મજબૂત કરે છે. તેઓ મહાત્મા બુદ્ધ માટે પણ ઘણો ઊંડો આદર ધરાવે છે અને એટલે જ અમારો પક્ષ તેમની સાથે છે. એક પક્ષ અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે સરદાર સાહેબની પ્રતિમાનો અનાદર કરવો ઉચિત નથી.

  16 મી જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટ અપ ડે હતો, તેની યાદ અપાવતા મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સ્ટાર્ટ અપને પ્રોત્સાહિત કરી રહ્યાં છે જેના હેઠળ ઉદ્યોગ સ્થાપનાથી રોજગારી વધશે, બેરોજગારીનું નિવારણ થશે અને દેશના અર્થતંત્રને મજબૂતી મળશે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીની અનુચિત ટીકા કરવી ઠીક નથી અને આવું કરનારને યોગ્ય સજા થવી જોઈએ. મહાત્માજી ગુજરાતના હતા અને તે સમયે સંયુક્ત પ્રાંત હતું એટલે તેઓ મહારાષ્ટ્રના પણ છે. મુંબઈના મણીભુવન સાથે તેમની યાદો જોડાયેલી છે. તેમના લીધે દેશને 50 થી 60 વર્ષ વહેલી આઝાદી મળી. સ્વતંત્રતાના સંગ્રામમાં ડો. બાબા સાહેબ આંબેડકર તેમની સાથે રહ્યાં.તેમના માટે ગર્વ છે.

  દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીઓ અંગે તેમણે કહ્યું કે પક્ષપલટાની કોઈ વિપરીત અસર નહિ થાય અને પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ એન.ડી.એ.ને ચાર રાજ્યોમાં જ્વલંત સફળતા મળશે. પંજાબમાં પણ ભાજપ કેપ્ટનના સાથથી મજબૂત દેખાવ કરશે.કિસાન આંદોલન ફરીથી કરવા અંગે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ કૃષિ કાનૂન પાછા લીધાં છે, msp માટે સમિતિ બનાવી છે ત્યારે પુનઃ આંદોલનનું કોઈ ઔચિત્ય જણાતું નથી.

  આ પણ વાંચો: Video: BJPમાં જોડાયા બાદ વિજય સુવાળા ગાઇ ઉઠ્યા,'મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવુ રે'

  જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને ગેર વાજબી ગણાવતા તેમણે કહ્યું કે વસ્તી ગણતરીએ કેન્દ્રને આધીન બાબત છે. જાતિ વાર વસ્તી ગણતરીથી જાતિવાદને વેગ મળશે જે બંધારણની ભાવનાને આહત કરશે. તેમણે કહ્યું કે ગરીબ પાટીદારોને ઓ.બી.સી. હેઠળ આરક્ષણ આપવાની તેઓ ભલામણ કરે છે.તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય વિવિધ જાતિઓ, દિવ્યાંગો, વડીલો, વિધાર્થીઓને વિવિધ લાભો આપવાનું કામ કરે છે અને તેમના માટેની કલ્યાણ યોજનાઓ ચલાવે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  આગામી સમાચાર