શહેર જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
વડોદરા: શહેર જિલ્લામાં કોવિડ મહામારીના (Corona Pendemic) કારણે મૃત્યુ પામેલા નાગરિકોના (Vadodara Citizens) વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં (Vadodara District) કોવિડ - 19 થી મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધીમાં 10, 407 મૃતકોના વારસદારોને રૂ. 52 કરોડ 3 લાખ 50 હજારની સહાય ડી. બી. ટી મારફત ચૂકવવામાં આવી હોવાનું કલેકટર (Vadodara Collector) અતુલ ગોરે જણાવ્યું છે.
કલેકટર ગોરે ઉમેર્યું કે, વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી સહાય માટે 10, 742 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જે પૈકી 10, 730 કેસો મંજૂર કર્યા છે. જેમાંથી 10, 407 કેસોમાં સહાય મંજુર કરી મૃતકોના વારસદારોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની યાદી મુજબ 811 કેસો જ્યારે આરોગ્ય વિભાગે જાહેર કરેલ યાદી સિવાયના 9596 સહિત કુલ 10, 407 કેસોમાં સહાય ચુકવવામાં આવી છે.
આ એક ખૂબ જ સારી સહાય કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે. આ સહાયથી જે શહેરીજનો કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા એમના વારસદારોને પૂરતી સહાય મળી રહે અને આનાથી વારસદારોને પણ એક ખૂબ જ સારો આશરો મળી રહેશે. જેટલા લોકો એ આ સહાય માટે અરજી કરેલ, એમાંથી મોટાભાગના લોકોને સહાય મળવાપાત્ર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ એક માણસાયીભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. જે વારસદારો પોતાના સ્વજનીને ગુમાવીને તૂટી પડ્યા હતા, તથા ઘણા લોકો દેવામાં મુકાઈ ગયા હતા, તો આવા સમયમાં આ તમામ લોકોને એક ખૂબ જ સારી આર્થિક સહાય મળેલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર