Home /News /madhya-gujarat /

'હું પણ વડોદરાનો Don છું', 31stએ દારૂ પાર્ટી કરતા લબરમૂછિયા મિત્રોના ઝગડામાં હત્યા, 9ની અટકાયત

'હું પણ વડોદરાનો Don છું', 31stએ દારૂ પાર્ટી કરતા લબરમૂછિયા મિત્રોના ઝગડામાં હત્યા, 9ની અટકાયત

31stએ યુવાનની હત્યા

ખેતરમાં Three-D (ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ) પાર્ટીનું કર્યું હતું આયોજન, ત્રણ બોટલો લઈ ખેતરમાં પાર્ટી કરવા ગયા હતા

    અંકિત ઘોનસીકર, વડોદરા : રાજ્યના તમામ શહેરો અને તાલુકાઓમાં 31 ડિસેમ્બરે દારૂની પાર્ટી ના થાય તે માટે પોલીસ સક્રિય હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના પગલે મોટા શહેરોમાં કરફ્યૂ હોવાથી દારૂ રસિકો નાના ગામડામાં જઈને અથવા રાજ્ય બહાર જઈને પણ દારી પાર્ટી કરવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો જ કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે, જેમાં લબરમૂછીયા મિત્રોએ 31 ડિસેમ્બરની દારી પાર્ટી નજીકના ગામમાં એક ખેતરમાં કરી જેમાં ઝગડો થતા એક યુવાનની હત્યા કરવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, થર્ટી ફસ્ટે પોલીસને ગંધ ન આવે તે માટે દારૂ રસિક લબરમૂછિયાઓએ વડોદરાથી દૂર એક મિત્રના ગામમાં ખેતરમાં જઈ દારીની પાર્ટી કરવાનું આયોજન બનાવ્યું, જોકે, મોટી મોટી ફેંકવાની બાબતમાં બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ હિંસક ઝગડો થયો જેમાં બંને મિત્રોના ગ્રુપ સામસામે લાકડીઓ લઈ હુમલો કરવા લાગ્યા જેમાં એક એક યુવાનને માથામાં લાકડી વાગતા તેનું મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે પાર્ટીમાં સામેલ 9 યુવાનોની અચકાયત કરી તપાસ શરૂ કરી છે.
    આ પણ વાંચો - વડોદરા : Coronaના ડરથી CBSE ટોપર 15 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, 'ત્રણ દિવસ બાદ જન્મદિવસ', પરિવાર સ્તબ્ધ


    ખેતરમાં Three-D (ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ) પાર્ટીનું કર્યું આયોજન

    વિગતે ઘટનાની વાત કરીએ તો, પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેના ખેતરમાં પણ સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ એમ થ્રી-ડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.
    આ પણ વાંચો - સુરત: સુખી-સંપન્ન પરીવારની 21 વર્ષની દીકરીએ કર્યો આપઘાત, માતા-પિતા આઘાતમાં બેભાન


    પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, ઘોરવા ગામનો ભાવિન પરમાર, વિરાટ ઉર્ફ બટકો આચાર્ય - ગોરવા, દેવેન્દ્રસિંહ ઉર્ફે મામા ચૌધરી - સુભાનપુરા, હિતેષ પરમાર - નવાપુરા, આ બધા 31 ડિસેમ્બરે બપોરે ભેગા થયા હતા અને અન્ય મિત્ર રાજન રાવ -સુભાનપુરાનો ફોન આવતા, બધા મિત્રોએ ઘાયજ ગામમાં એક ખેતરમાં Three-D (ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ) પાર્ટી કરવાનું નક્કી કર્યું અને પરશુરામ ભઠ્ઠા પર જઈ ત્રણ દારૂની બોટલ લઈ પાર્ટી કરવા ખેતરમાં પહોંચી ગયા. આ સમયે અભિજીત મોબાઈલમાં વીડિયો જોઈ એક ખંજરના સીનની વાત કરતો હતો, તે સમયે હિતેશે કહ્યું, હું પણ વડોદરાનો ભાઈ છું. બસ આ બાબતનો ઝગડો મોટો થઈ ગયો અને મારા મારી શરૂ થઈ ગઈ જેમાં હિતેશને માથામાં લાકડી વાગી હતી, જેને પગલે તેનું મોત થયું છે.

    આ મામલે સવારે ઘટનાની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી હતો, અને લાશનો કબજો લઇ બોડીને પીએમ માટે મોકલી આપી હતી. આ સાથે તપાસ કરતા પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરી લઇ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પોલીસને હિતેષ પરમારની હત્યાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હાલ પાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन