વડોદરા : ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન, વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો

વડોદરા : ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન, વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો
પિતા હિમમાંશુ પંડ્યાની ફાઇલ તસવીર

વડોદરામાં હાર્ટ એટેક આવતા હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન

 • Share this:
  વડોદરા્ : ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ ભાઈનું (Himanshu Pandya) દુ:ખદ અવસાન (Death) થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. હાર્દિક અને કૃણાલ પિતાને વહેલી સવારે હ્યદય રોગનો (Heart Attack) હુમલો આવતા તેમનું નિધ થયું હોવાના અહેવાલ છે. સ્વભાવે ખૂબજ આનંદી પ્રકૃતિના હિમાંશુ ભાઈના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરાઈ રહ્યા છે. અહેવાલો મુજબ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હોય તે ઘરે જેવા માટે રવાના થયો છે. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા. પંડ્યા બ્રધર્સની સાફલ્યા ગાથામાં પિતાનો સિંહ ફાળો છે અને તે વાત સમગ્ર વડોદરા જાણતું હતું ત્યારે હાર્દિક અને કૃણાલના પરિવાર પર વજ્રાઘાત પડ્યો છે. હિમાંશુ પંડ્યાનું વડોદરા ખાતેના તેમના નિવાસમાં નિધન થયું છે.

  સંઘર્ષ કરીને પિતાએ હાર્દિક-કૃણાલને ક્રિકેટર બનાવ્યા હતા  હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુભાઈના સંઘર્ષ વિશે વડોદરાના રમતજગતના પરિચીતો ખૂબ સારી રીતે વાકેફ છે. શહેરમાં સામાન્ય સ્થિતિમાં નોકરી કરતા એક વ્યક્તિના બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાનું તનમનધન આપ્યું હતું. સુરતથી વડોદરા આવી અને બંને સંતાનોને ક્રિકેટર બનાવવા માટે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી. હાલમાં વડોદરામાં ગોરવા વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન છે હિમાંશુ ભાઈ મોટા ભાગે ત્યાં રહેવાનું પસંદ કરતા હતા.

  આ પણ વાંચો :  માંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં 'આગનું તાંડવ', લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા

  હાર્દિક ટીમ ઇન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયામાં હતો

  ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં ઑસ્ટ્રેલિયામાં હતો. ત્યાંથી પરત ફર્યો છે. હાર્દિક આગામી સમયમાં યોજાનારી ઇન્ગલેન્ડ સામેની ટુર્નામેન્ટની તૈયારીઓ કરી રહ્યો છે.  જ્યારે કૃણાલ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ટીમ સાથે હતો. જોકે, તે પોતાના ઘરે પહોંચી રહ્યો છે.

  BCAએ દુ:ખ વ્યક્ત કર્યુ

  બરોડા ક્રિકેટ એસોસિએશનના CEO શિશીર હત્તાંગડીએ એએનઆઈને જણાવ્યા મુજબ બરોડા ટીમના કેપ્ટન કૃણાલના પિતાનું અવસાન થયું છે. એસોસિએશન આ અંગે દુખ વ્યક્ત કરે છે. કૃણાલ પોતાના ઘરે જવા રવાના થયો છે અને તે ટુર્નામેન્ટની આગામી મેચ નહીં રમે.

  આ પણ વાંચો :  મોરબી : મહારાષ્ટ્રથી રાજકોટ આવી રહેલો 24.49 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, પોલીસથી બચવા વાપરી હતી ગજબની ચાલાકી!

  પ્રાપ્ત વિગતો મુજબ હિમાંશુ પંડ્યા અગાઉ પણ હ્યદય રોગના હુમલાનો શિકાર બની ગયા હતા. વર્ષ 2011માં તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ સારવાર પછી તેમની તબિયતમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો. જોકે, આજે તેમને અચાનક અટેક આવતા તેમનું અવસાન થયું છે.
  Published by:Jay Mishra
  First published:January 16, 2021, 09:32 am

  ટૉપ ન્યૂઝ