Home /News /madhya-gujarat /

'મારા ઘરે કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ', પિતાએ પુત્રની કરી હત્યા

'મારા ઘરે કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ', પિતાએ પુત્રની કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

પોરબંદરના કુતિયાણઆના ટીંબીનેસ ગામે છરીના ઘા મારીને પિતાએ પુત્રની હત્યાં કરી નાખતા અરેરાટી ફેલાઇ હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ પોરબંદરના કુતિયાણઆના ટીંબીનેસ ગામે છરીના ઘા મારીને પિતાએ પુત્રની હત્યાં કરી નાખતા અરેરાટી ફેલાઇ હતી. પિતાની તેના પુત્ર સાથે મારા ઘરે કોઇ મહેમાન કે મિત્રો આવવાન જોઇએ તે બાબતે માથાકુટ બાદ ઉશ્કેરાયેલા પિતાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બનાવમાં મૃતક યુવાનના માતાએ તેના પતિ સામે જ હ્યાનો ગુનો નોંધાવ્યો છે.

    કુતિયાણાન ટીંબીનેસમાં રહેતા બધીબેન લખમણભાઇ ગરચરે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ લખમણ બાવન ગરચર ગુરુવારે સાંજે ઘરે હતા ત્યારે તેમના પુત્ર મેરૂ સાથે ઘરે કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ તેમ કહી તે બાબતે માથાકુટ થઇ હતી.

    ત્યારબાદ ઉશ્કેરાયેલા પિતા લખમણ બાવન ગરચરે પુત્ર મેરૂની પાછળ છરી લઇ દોટ મૂકી હતી. અને એક જ ઘા છાતીની વચ્ચે માર્યો હતો. જે મેરુ માટે જીવલેણ સાબિત થયો હતો. અને સ્થળ ઉપર જ તેું મોત નીપજ્યું હતું. આથી તેના મૃતદેહને રાણાવાવની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

    જોકે, હત્યા નીપજાવી અને લખમણ ફરાર થઇ જતા પોલીસ દ્વારા તેને ઝડપી લેવા માટે ઠેરઠેર દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી પણ પોલીસ તેને પકડી શકી નથી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, Father, Killed, Porbandar, હત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन