Home /News /madhya-gujarat /વડોદરા: પત્નીનાં ત્રાસથી પતિએ પુત્રને ગળેફાંસો આપી પોતે પણ ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી

વડોદરા: પત્નીનાં ત્રાસથી પતિએ પુત્રને ગળેફાંસો આપી પોતે પણ ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી

આપઘાત કરનાર પતિની ફાઇલ તસવીર.

Vadodara News: 'મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.'

  વડોદરા: બાપોદ ગામમાં રહેતા રિક્ષા ડ્રાઇવરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યા પ્રમાણે, રિક્ષા ડ્રાઇવરે પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. આ અંગે બાપોદ પોલીસે કાયગેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે મળતી માહિતી મુજબ, શહેરનાં વાઘોડિયા રોડ પર બાપોદ ગામ વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના પરેશ કનુભાઇ સીંકલીગરે પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરેશભાઇ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પત્ની આશાબેન તથા 11 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. તેમણે શનિવારે બપોરે પોતાના ઘરે પુત્રને ગળા ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.ત્યારબાદ બીજા રૂમમાં જઇને પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

  તેમની પત્ની આશાબેન જ્યારે બપોરે બંગલાઓમાં કામ કરીને ઘરે પરત આવતા હતા. ત્યારે આ વાતની જાણ થઇ હતી. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આશાબેન જ્યારે ઘરે આવ્યાં ત્યારે તેમનાથી ઘરનો દરવાજો ખુલ્યો ન હતો. જેથી તેમણે બૂમો પાડી તો પણ અંદરથી કોઇએ દરવાજો ન ખોલ્યો. તેમની બૂમો સાંભળીને આસપાસથી લોકો પણ ત્યાં આવી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિએ ચોથામાળેથી અંદર આવીને દરવાજો ખોલ્યો હતો.

  આ પણ વાંચો: હર્ષ સંઘવીએ પીએમ મોદીનાં કહેવાથી છોડી દીધું હતું સિગરેટનું વ્યસન

  દરવાજો ખોલતા જ પત્ની અને આસપાસનાં લોકો એકદમ ચોંકી ગયા હતા. જે બાદ બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. પતિએ ગળેફાંસો ખાતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી જેમાં પોતાની વ્યથા વર્ણવી હતી. ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. પરંતુ મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.

  આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાની જીત થતા હરખ ઘેલો ફેન ગુલાટી મારતો પહોંચ્યો મેદાનમાં

  આ ઉપરાંત ચિઠ્ઠીમાં જણાવ્યુ કે, મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખીમંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજો. મારા મિત્રોએ મને અંતિમ સમયે મને મદદ કરી હતી.

  આ સાથે પરેશભાઇએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, હું મોટી બહેનની માફી માંગુ છુ. તેમણે મોટી બહેનનાં રૂપિયા પણ પરત ન આપતા તેમની પણ માફી માંગી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: આપઘાત, ગુજરાત, વડોદરા સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन