Home /News /madhya-gujarat /વડોદરા: પરિવારમાં ખુશીનો માહોલ આક્રંદમાં ફેરવાયો, દીકરા-દીકરીનાં લગ્ન પહેલા જ પિતાની વિદાય

વડોદરા: પરિવારમાં ખુશીનો માહોલ આક્રંદમાં ફેરવાયો, દીકરા-દીકરીનાં લગ્ન પહેલા જ પિતાની વિદાય

પ્રતિકાત્મક ઈમેજ

Vadodara: પરિવારે લગ્નનાં બે દિવસ પહેલેથી જ માંડવો પણ લગાવી દીધો હતો પરંતુ દીકરીની ડોલી નીકળે એ પહેલા તો પિતાની અર્થી નીકળી ગઇ

વડોદરા: તાલુકાનાં સિંહાપુરા ગામમાંથી ઘણાં જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વાઘોડિયા તાલુકાનાં સિંહાપુરા ગામમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી અને દીકરાના છ અને સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન નિર્ધાયા હતા. પરંતુ તે પહેલા જ રિક્ષાનું આગળનું વ્હિલ નીકળી જતા પલટી ગઇ હતી. જેના કારણે રિક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. આ અકસ્માતમાં જેનું મોત થયુ હતુ તે બીજું કાંઇ જ નહીં પરંતુ જે ભાઇ-બહેનનાં લગ્ન હતા તેમના પિતા હતા. જેના કારણ પરિવારની ખુશી માતમમાં છવાઇ ગઇ હતી.

લગ્ન પહેલા ઘરની બહાર બાંધ્યો હતો મંડપ


આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી વૈશાલી અને દીકરા ગૌતમના એકસાથે લગ્ન હતા. બે દિવસથી ઘરની બહાર મંડપ બંધાયો હતો. સોમવારે 6 ફેબ્રુઆરી 2023એ દીકરી અને દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ લગ્ન નિર્ધાયા હતા. આ ખુશીના સમયમાં પરિવારને આઘાત જીરવવો પડ્યો હતો.

પરિવારને નડ્યો અકસ્માત


લગ્નને બે દિવસ બાકી હતા અને રાજુભાઈ અને તેમનો આખો પરિવાર પત્ની, દીકરો અને દીકરી આદલવાડા વેવાઈના ઘરે લગ્ન માટે હાજરી આપવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમની રીક્ષાને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજુભાઈનું મોત નિપજ્યુ હતું, તો રીક્ષામાં સવાર તેમના પત્ની અને દીકરા-દીકરી ઈજાગ્રસ્ત થયા હતા.



દીકરાના લગ્ન 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા. સાંજે જ દીકરાના લગ્નનો વરઘોડો પણ  હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ કે, ઘરની આગળ લગાવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો હતો.
First published:

Tags: ગુજરાત, વડોદરા સમાચાર

विज्ञापन