વડોદરા: આવતીકાલ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી કરવામાં આવતી હોય છે. દેશભરમાં લોકો આ દિવસની ખુબજ ધામધુમથી ઉજવણી કરતા હોય છે. 75મુ આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi Ka Amrut Mahotsav) અંતર્ગત "જય જવાન, જય કિસાન" થીમ પર ફેશન શો 2022નું (Fashion Show 2022) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ ધ્વજના કલર ઉપર ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું.
આ ફેશન શોમાં નાના બાળકોથી લઇને મોટા લોકોએ પણ ભાગ લીધો હતો. ખુબજ સુંદર વેશભૂષા પહેરીને બાળકો આવ્યા હતા. જેમાં ભારતમાતા, કાશ્મીરી છોકરી, ઝાંસીની રાણી, સૈનિક, ખેડૂત, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, વગેરેનું આબેહૂબ પ્રતિનિધિત્વ કર્યું હતું. 30 જેટલા સહભાગીઓએ જુદા જુદા પાત્રો પ્રદર્શિત કર્યા હતા. ખૂબ જ સુંદર રીતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરી અને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. આ શો દ્વારા દેશ માટે કુરબાની આપનારા તમામ શહીદોને યાદ કરી, તેમને સન્માનિત કરવામાં આવ્યા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર