મધ્યપ્રદેશનાં ઉજ્જૈનનો પરિવાર વડોદરા ખજૂરનાં પાંદડાઓની ડાળીઓમાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવા આવે છે. વર્ષમાં બેથી ત્રણ વખત આવે છે. આ પરિવાર મોર, ઢીંગલી, કાનની બુટ્ટી, તોરણ સહિતની વસ્તુ બનાવે છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં અવારનવાર પ્રદર્શનો આયોજિત થતા હોય છે જેમ કે ચિત્ર પ્રદર્શન, હસ્તકલા પ્રદર્શન વગેરે. આ પ્રદર્શનમાં વડોદરા સહિતના કલાકારો સહિત અન્ય ઘણા શહેરોમાંથી કલાકારો આવીને ભાગ લેતા હોય છે. વડોદરામાં હમણાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કલાકાર ઠાકોર સમંદર સિંહ આવ્યા છે.
મોર, ઢીંગલી, હરણ વગેરે બનાવે
ઠાકોર સમંદર સિંહ અને તેમનો પરિવાર હસ્તકલામાં માહિર છે. તેઓ ખાસ ખજૂરના પાંદડાઓની ડાળીઓમાંથી અદભુત વસ્તુઓ બનાવે છે. ખજૂરના પાંદડાઓની ડાળીઓમાંથી લગભગ બધા લોકો સાવરણી બનાવતા હોય છે.
પરંતુ સમંદરસિંહ અને તેમનો પરિવાર આકર્ષિત વસ્તુઓ બનાવે છે. જેમાં મોર, ઢીંગલી હરણ, કાનની બુટ્ટી, હેર બેન્ડ, તોરણ, ફ્લાવર પોર્ટ,વગેરેનો સમાવેશ થાય છે.
ખૂબ જ મહેનત લાગે છે. લોકોનો પ્રતિસાદ ખૂબ સારો
ઠાકોર સમંદરસિંહે જણાવ્યું હતું કે, હું અને મારો પરિવાર બધું જ હાથેથી બનાવીએ છે. મધ્યપ્રદેશ ઉજ્જૈનથી વર્ષમાં બે થી ત્રણ વખત વડોદરા આવી છીએ. ખજૂરના પાંદડાઓની ડાળીઓમાંથી બધી વસ્તુઓ બનાવવામાં આવી છે. બીજી કોઈ પણ પ્રકારની વસ્તુઓ ઉમેરવામાં નથી આવી.
ખાસ જંગલમાં ખરીદવા માટે જાવુ પડે છે. આ તમામ વસ્તુઓને ખાસ કાળજી પૂર્વક બનાવવું પડે છે કારણ કે, આ વસ્તુ સારી બને તો જ લોકોને આકર્ષે અને ખરીદે.
તેથી આમાં ખૂબ જ મહેનત લાગે છે. લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો છે. જ્યારે જ્યારે વડોદરામાં મેળાનું આયોજન થયું હોય છે ત્યારે અમે અહીં આવીએ છે. વડોદરામાં છેલ્લા વર્ષથી આવી છીએ.
શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ nidhidave9013@gmail.com પર સંપર્ક કરો.