Home /News /madhya-gujarat /

વડોદરા: EDની ઓળખ આપી ભટનાગરના ઘરેથી ઔડી કારની ઉંઠાતરી, CCTVમાં કેદ ઘટના

વડોદરા: EDની ઓળખ આપી ભટનાગરના ઘરેથી ઔડી કારની ઉંઠાતરી, CCTVમાં કેદ ઘટના

    11 બેન્કોમાંથી 2654.40 કરોડનું લોન કૌભાંડ કરનાર ડાયમંડ ગ્રૂપના ભટનાગર બંધુઓના ન્યૂ અલકાપુરી રોડ પર આવેલા ઘરમાંથી 2 ગઠિયાઓ ઔડા કારની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. આ ગઠિયાઓએ મોંઘી કાર ઔડીની ઉંઠાતરી કરીને ફરાર થઈ ગયા છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. બંનેએ ઔડી કાર RTOમાં ઇન્સ્પેક્શન માટે લઇ જવાના બહાને કીબોક્સમાંથી ચાવી કાઢી હતી. અને કાર લઇ રફુચક્કર થઇ ગયા હતાં. આ બંને ઠગ રિક્ષામાં આવ્યા હતા. અને 30 લાખની ગોલ્ડન ઔડી એ-8 કાર લઇ નાસી છુટ્યા હતા. જેથી સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

    ઘટનાની વિગત અનુસાર વાત કરવામાં આવે તો, અમિત ભટનાગરના ન્યૂ અલકાપુરી રોડ, મધુરમ્ બંગ્લોઝ સ્થિત શનવિરે બપોરના સમયે 2 શખ્સ રિક્ષામાં સવાર થઈને આવ્યા હતા. અને ઈડીના કર્મચારી હોવાની ઓળખ આપીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં હાજર અમિત ભટનાગરનાં સાસુને પણ ઈડીના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. અને બંનેએ ઔડી કાર RTOમાં ઇન્સ્પેક્શન માટે લઇ જવાના બહાને કીબોક્સમાંથી ચાવી કાઢી હતી. અને કાર લઇ રફુચક્કર થઇ ગયા હતાં.

    જો કે આ સમગ્ર ઘટના બાદ તેના પુત્રને શંકા જતાં તેને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે તપાસ કરતાં સામે આવ્યું હતું કે ઈડીના કોઈ કર્મચારી ગાડી લેવા માટે આવ્યા જ હતા. જેથી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને બંને ગઠિયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

    હાલ તો પોલીસે આ સમગ્ર મામલે નકલી ઇડી અધિકારી બનીને આવેલા ઠગબાજો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: AMIT BHATNAGAR, ઇડી, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन