Home /News /madhya-gujarat /વડોદરા : નકલી PI બનેલા અસલી PIના દીકરાનો વીડિયો વાયરલ થયો

વડોદરા : નકલી PI બનેલા અસલી PIના દીકરાનો વીડિયો વાયરલ થયો

સીસીટીવી

જુગાર બાબતે નકલી પીઆઈ બનીને અસલી પીઆઈના પુત્રએ પૈસા પડાવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિદખાન, વડોદરા : વડોદરામાં નકલી પીઆઈ બનેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. આ નકલી પીઆઈ વડોદરાના અસલી PIનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. નકલી પીએસ વડોદરાના માંજલપુરના પીએઆઈનો દીકરી હોવાનું સામે આવ્યું છે.

જે વીડિયો સામે આવ્યો છે તે એક્યુરેટ કંપનીની ઓફિસના સીસીટીવીના દ્રશ્યો છે. કંપનીમાં દરોડા બાદ ઓફિસમાં કોલ્ડ ડ્રીંક પિતા નકલી પીઆઈનો વીડિયો સામે આવ્યો છે. એક્યુરેટ કંપનીના સંચાલકો પાસે જુગારના કેસમાં મામલો રફેદફે કરવા રૂ. 1.96 લાખ લીધાનો ખુલાસો થયો છે. જુગાર બાબતે નકલી પીઆઈ બનીને અસલી પીઆઈના પુત્રએ પૈસા પડાવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવે છે કે આરોપી બીજુ કોઈ નહીં પરંતુ શહેરના માંજલપુરના પીઆઈ ઝેડ એમ સિંધાનો દીકરો તૌસિફ સિંધા છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે નકલી પીઆઈ સાથે જુગારના દરોડા દરમિયાન અસલી પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ હતો. આ મામલે વડોદરા સંયુક્ત પોલીસ કમિશનરે ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
First published:

Tags: Fake police, Vadodara, પીઆઇ, વાયરલ વીડિયો