વડોદરા: 18 થી 24 નવેમ્બર, વડોદરાની સયાજી હાય સ્કૂલ, ઘડિયાળી પોળ ખાતે શહેરના 28 ફોટોગ્રાફર્સ તથા 125 એન્ટ્રી આવેલ. જેનું વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવેલ છે. "મુડસ ઓફ વડોદરા"ની થીમ પર આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વડોદરાનો ઇતિહાસ, કેમેરાનો ઇતિહાસ તથા જુના એન્ટિક કેમેરાઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ જ છે કે, હેરિટેજ સ્થળો અને વસ્તુઓનો વિનાશ થઈ રહ્યો છે અથવા તો લુપ્ત થઈ રહી છે. તો તે તમામ વસ્તુઓ અને સ્થળો લોકો જાણે અને શહેરનો ઈતિહાસ જાળવાય તથા લોકો જાગૃત થાય કે આપનો વારસો કેટલો મહત્વનો છે, તે હેતુસર રાખવામાં આવેલ છે.
આ પ્રદર્શનમાં વડોદરા શહેરની દરેક બાબતોને દર્શવવામાં આવે છે. જેમકે, શહેરના ઐતિહાસિક સ્થળો, શહેરના લોકોની દિનચર્યા, તહેવારો, શહેરની વિશ્વામિત્રી નદી અને તેના કિનારે વસતા મગરો અને બીજા ઘણા પશુ પક્ષીઓ, વગેરે જેવા તમામ ઘટનાઓને આવરી લેવામાં આવેલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર