જેમાં 6 કલાકારો દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસને ઉજાગર કરતી 30 જેટલી પેઈન્ટિંગ્સ પ્રદર્શનાર્થે મૂકવામાં આવી છે. આ તમામ ચિત્રો શાળાના આર્ટના શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલ છે.
વડોદરાઃ હાલ સમગ્ર શહેરમાં વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કલાપ્રેમીઓ દ્વારા વડોદરાની 510 મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ ગ્રુપ અને બરોડા લાઈન્સ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અલકાપુરી ખાતે સ્થિત બરોડા હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં પેઈન્ટિંગ ઍક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 કલાકારો દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસને ઉજાગર કરતી 30 જેટલી પેઈન્ટિંગ્સ પ્રદર્શનાર્થે મૂકવામાં આવી છે. આ તમામ ચિત્રો શાળાના આર્ટના શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલ છે.