Home /News /madhya-gujarat /

વડોદરા: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે જર્નાલિઝમના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ફોગ્રાફીક-પોસ્ટરનું પ્રદર્શન

વડોદરા: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે જર્નાલિઝમના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ફોગ્રાફીક-પોસ્ટરનું પ્રદર્શન

માનવ

માનવ અધિકાર પર 59 જેટલા ઇન્ફોગ્રાફિક-પોસ્ટર્સને પ્રદર્શિત કરવામાં આવેલ 

જર્નાલીઝમ એન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 10મી ડિસેમ્બર નિમિત?

    વડોદરા:  આજરોજ જર્નાલીઝમ એન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 10મી ડિસેમ્બર નિમિત્તે, બેચલર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા માનવ અધિકાર પર 59 જેટલા ઇન્ફોગ્રાફિક-પોસ્ટર્સ અને શહેરના 29 જેટલા ફોટોગ્રાફસનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ખાસ માનવ અધિકારની જાગૃતિ ફેલાવી અને કાર્યક્રમમાં આવનાર તમામને અધિકારો વિશે સમજ પણ પૂરી પાડી હતી. જેમાં ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિધિ શેંદુરનીકર દ્વારા આંરરાષ્ટ્રિય માનવ અધિકાર દિવસની વિસ્તૃત જાણકારી આપાઈ અને તેના મહત્વ વિશે પણ જણાવ્યું.

    આ પણ વાંચો: અમદાવાદ : પોશ વિસ્તારમાં યુવાનોને md ડ્રગ્સ પુરું પાડનાર ઝડપાયા, કેવા-કેવા કર્યા ખુલાસા

    આ કાર્યક્રમમાં ખાસ વડોદરાના પોડકાસ્ટર, પત્રકાર, ડિઝાઇનર અને એજ્યુકેટર એવા ઇશા સરકાર દ્વારા ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવેલ. તેમના દ્વારા પોડકસ્ટ કઈ રીતે કાર્ય કરે છે તથા તેનું મહત્વ શું છે અને આ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય એની જાણકારી આપવામાં આવી હતી. તદુપરાંત તેમણે લખેલ પુસ્તકો જેમાં સામાજિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. જેમકે, માનસિક સ્વાસ્થ્ય, સંસ્થાકીય દુર્વ્યવહાર, લિંગ મુદ્દાઓ અને અન્ય ઉદ્યોગો તેમજ સામાન્ય રીતે સમાજની પરિસ્થિતિ જેવા વિષયો પર તેણી એ વિચારો પ્રદર્શિત કર્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર