Home /News /madhya-gujarat /Vadodara: ભારતનું પ્રથમ ટ્રાસ્પોર્ટ એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનશે અહી; જૂઓ વીડિયો

Vadodara: ભારતનું પ્રથમ ટ્રાસ્પોર્ટ એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનશે અહી; જૂઓ વીડિયો

X
એલ.સી.એચનું

એલ.સી.એચનું મોડલ નહીં પરંતુ ફ્લાઈંગ એર ક્રાફટ હેલિકોપ્ટર મુકવામાં આવ્યું 

ભારતનું પ્રથમ ટ્રાસ્પોર્ટ એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરમાં સ્થપાવાનો છે. જેને પગલે શહેરના લેપ્રસિ મેદાન ખાતે ઇન્ડિયન એરક્રાફ્ટ અને ડિફેન્સમાં ઉપયોગી સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 

  Nidhi Dave, Vadodara: ભારતનું પ્રથમ ટ્રાસ્પોર્ટ એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરમાં સ્થપાવાનો છે. જેને પગલે શહેરના લેપ્રસિ મેદાન ખાતે ઇન્ડિયન એરક્રાફ્ટ અને ડિફેન્સમાં ઉપયોગી સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેનું ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યસિંહ સિંધિયાની ઉપસ્થિતિમાં શીલાન્યાસ કરવામાં આવ્યું હતું.

  ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટ અને વિવિધ એરક્રાફ્ટના કોમ્પેક્ટ મોડલ વડોદરા ખાતે લાવવામાં આવ્યા અને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે શહેરવાસીઓ માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ તેમના બાળકોને લઈને તે જોવા માટે આવ્યા.

  પ્રદર્શનમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ડી.જી.એ.ક્યુ.એ.ના ડાયરેકટર એસ.કે. કપૂરે જણાવ્યું કે, અહીંયા ડિફેન્સમાં કઈ કઈ વસ્તુઓ બને છે એ લોકોને ખબર પડે, એલ.સી.એચનું મોડલ નહીં પરંતુ ફ્લાઈંગ એર ક્રાફટ હેલિકોપ્ટર મુકવામાં આવ્યું છે, તથા મિસાઈલ મૂકી છે, સી - 295 mw ટ્રાન્સપોર્ટ એરક્રાફટના મોડલને પ્રદર્શિત કરવામાં આવ્યું. ખાસ કરીને ડિફેન્સમાં લોકો કેવી રીતે જોડાઈ શકે છે એના વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

  ડી.આર.ડી.ઓ. માં એલ.સી.એચ. નું મોડલ, ડ્રોન, સી - 295 નું નાનું મોડલ, ડોરનીયર ટ્રાસ્પોર્ટ એરક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યું. તથા શહેરીજનો માહિતગાર થઈ શકે કે- ડી.જી.એ.કયુ.એ. શું છે, ડી.આર.ડી.ઓ. શું છે, ટાટા અને એરબસ શું છે, એ તમામ વસ્તુઓ સમજાવામાં આવી. મુખ્ય હેતુ એ છે કે, જ્યારે ટાટા અને એરબસ મળીને સી 295 બનાવી રહ્યા છે, જેનો પ્લાન્ટ વડોદરા ખાતે બનવાનો છે, તો આ આખા પ્રોજેકટમાં કોનો શું રોલ છે, કેટલું યોગદાન રહેશે, એ તમામ વસ્તુઓની જાણકારી આપવામાં આવી.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Defence, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन