Home /News /madhya-gujarat /

Vadodara: નવરચના યુનિવર્સિટી ખાતે આર્કિટેક્ચર પ્રોજેક્ટના પ્રદર્શનનો પ્રારંભ

Vadodara: નવરચના યુનિવર્સિટી ખાતે આર્કિટેક્ચર પ્રોજેક્ટના પ્રદર્શનનો પ્રારંભ

નવરચના

નવરચના યુનિવર્સિટીમાં આર્કિટેક્ટર ડિપાર્ટમેન્ટના એક્ઝિબિશનનો પ્રારંભ

Vadodara News : શહેરના ભાયેલી વિસ્તારની નવરચના યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ટર (સેડા) ના વિદ્યાર્થીઓના આર્કિટેક્ટર અને ડિઝાઇનના અનોખા પ્રોજેટ્સના પ્રદર્શનનો પ્રારંભ થયો

    શહેરના ભાયેલી વિસ્તારની નવરચના યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ટર (સેડા) ના વિદ્યાર્થીઓના આર્કિટેક્ટર અને ડિઝાઇનના અનોખા પ્રોજેટ્સના પ્રદર્શનનો પ્રારંભ થયો. આ પ્રદર્શન થોડા મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ કે શહેરના આર્ટીસ્ટો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જેથી કરીને બીજા કલાકરોને નવા વિચારો આવે અથવા નવી વસ્તુ કરવા મટે પ્રોત્સાહ મળી રહે.

    સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ટરના બેચલર ઓફ આર્કિટેક્ટર, બેચલર ઓફ ડિઝાઇન (ઇન્ટીરિયર) અને બેચલર ઓફ ડિઝાઈન (લેન્ડસ્કેપ) પ્રોગ્રામના 80-100 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા 200 જેટલાં અલગ - અલગ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ ટીમ વર્કથી કેટલાંક નવીન અને અદ્યતન પ્રોજેક્ટ બનાવેલા છે. જેમાં કંટ્રક્શન, લાઇબેરી, ચેર, બેગ, ટેબલ વગેરે જેવી વસ્તુઓ કોરોનકાળમાં ઘરે બેઠાં બનાવી હતી.

    વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. બેચલર ઓફ ડિઝાઇન બીજા વર્ષના વિદ્યાર્થીઓની ટીમે કોઠી ચાર રસ્તા વિસ્તારની જયસિંહરાવ પબ્લીક લાઇબ્રેરીના પ્રોજેક્ટ પર પાંચ થી છ મહિના કામ કર્યું હતું. 36 વિદ્યાર્થીઓની ટીમે આ પ્રોજેક્ટ પર વિવિધ કામગીરી કરેલી છે. નવરચના યુનિવર્સિટી ખાતે છેલ્લાં પાંચેક વર્ષથી સેડા દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ પ્રદર્શન શક્ય બન્યું ન હતું. દોઢ વર્ષમાં વિદ્યાર્થીઓએ ઘર બેઠાં વિવિધ 200 થી પણ વધારે પ્રોજેટ્સ પર કામ કર્યું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Vadodara Art and Culture, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन