Home /News /madhya-gujarat /

Vadodara: બરોડા મ્યુઝિયમ ખાતે એન્ટિક વસ્તુઓનું પ્રદર્શન, આ તારીખ સુધી રહેશે ખુલ્લું

Vadodara: બરોડા મ્યુઝિયમ ખાતે એન્ટિક વસ્તુઓનું પ્રદર્શન, આ તારીખ સુધી રહેશે ખુલ્લું

એન્ટીક

એન્ટીક પ્રદર્શનમાં છઠ્ઠી સદીથી પંદરમી સદી સુધીની પ્રાચીન વસ્તુઓ મુકવામાં આવી છે.

આ એન્ટીક પ્રદર્શનમાં (Antique display) છઠ્ઠી સદીથી પંદરમી સદી સુધીની પ્રાચીન વસ્તુઓ (Antiques from the sixth century to the fifteenth century) મુકવામાં આવી છે.

    Vadodara news: ગુજરાત સરકાર (Gujarat Government) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara municipal corporation) અને બરોડા મ્યુઝિયમના (Baroda Museum) સહયોગથી સયાજીબાગ (Sayajibaug) સ્થિત મ્યુઝિયમમાં આવેલ સયાજી આર્ટ ગેલેરી ખાતે દિવ્યાંગ ગાંધી દ્વારા છેલ્લા સાડા સાત વર્ષથી એકત્રિત કરેલ એન્ટિક આઈટમનું પ્રદર્શન તારીખ 11 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી વડોદરાના નગરજનો માટે આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ છે. જેનાથી શહેરીજનો તેને નિહાળી શકશે તથા જાણકારી પ્રાપ્ત કરી શકશે.

    આ એન્ટીક પ્રદર્શનમાં (Antique display) છઠ્ઠી સદીથી પંદરમી સદી સુધીની પ્રાચીન વસ્તુઓ (Antiques from the sixth century to the fifteenth century) મુકવામાં આવી છે. અહીં મુખ્યત્વે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓનું કલેકશન પ્રદર્શિત કરવામાં આવેલ છે.

    આ કલેકશમાં મેટલ, પિતળ, ટેરાકોટા, આયવરી, તથા વિવિધ સ્ટોનથી બનેલી પ્રતિમાઓ અને અન્ય વસ્તુઓ છે. દિવ્યાંગ ગાંધી એ કુલ 112 જેટલી વસ્તુઓનું કલેક્શન કર્યું છે. જેમાથી 50 વસ્તુઓને પ્રદર્શનમાં મુકવામાં આવેલી છે. આજે પરમ પુજ્ય 108 વ્રજરાજ કુમારજી મહોદયશ્રી ના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતું.
    First published:

    Tags: Gujarati News News, Vadodara news, બીએમસી

    આગામી સમાચાર