Home /News /madhya-gujarat /

Vadodara: પર્યાવરણને બચાવવા અનોખી પહેલ, વેસ્ટ પ્લાસ્ટિકના ઇકો બ્રિક્સમાંથી બનાવ્યો તુલસીનો ક્યારો  

Vadodara: પર્યાવરણને બચાવવા અનોખી પહેલ, વેસ્ટ પ્લાસ્ટિકના ઇકો બ્રિક્સમાંથી બનાવ્યો તુલસીનો ક્યારો  

175

175 જેટલી ઇકો બ્રિક્સનો ઉપયોગ કરીને તુલસીનો કયારો બનાવ્યો 

વડોદરા શહેરના પર્યાવરણપ્રેમી એવા શાનદાર ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવેલ છે. આ ગ્રુપ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને 

    વડોદરા: શહેરના પર્યાવરણપ્રેમી એવા શાનદાર ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવેલ છે. આ ગ્રુપ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને પ્લાસ્ટિક એકત્રિત કરતા હોય છે. આ પ્રકારના વેસ્ટ પ્લાસ્ટિકને ભેગું કરી તેને એક બોટલમાં કેવી રીતે ભરવામાં આવતું હોય છે કે જેથી તે એક ઈટનું કામ કરે. જેને ઇકો બ્રિક્સ કહી શકાય છે.


    શાનદાર ગ્રુપ ડભોઇ ખાતે આવેલ વઢવાણા તળાવને કિનારે સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવી હતી અને ત્યાં પ્રવાસીઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ ગ્રુપ ચાણોદ ખાતે આવેલ પરમહિત ધામે પહોંચ્યું હતું અને ત્યાં 175 જેટલી ઇકો બ્રિક્સનો ઉપયોગ કરીને તુલસીનો કયારો બનાવ્યો હતો. અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવું એવો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર