Home /News /madhya-gujarat /

Entertainment Service ProviderJob: વડોદરા શહેરના પી.વી.આર. સિનેમામાં રોજગારીની તક, આ રીતે કરો એપ્લાય

Entertainment Service ProviderJob: વડોદરા શહેરના પી.વી.આર. સિનેમામાં રોજગારીની તક, આ રીતે કરો એપ્લાય

ધોરણ 10 અને 12 પાસ હોય એવા ઉમેદવારો સંપર્ક કરી શકે છે

વડોદરા શહેરના પી.વી.આર. સિનેમા (PVR Cinema) એ આપના માટે રોજગારીની તક ખુલ્લી મુકેલ છે. જો આપ પી.વી.આર. સિનેમામાં કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોવ તો આ એક ખુબ સારી તક છે.

  Entertainment Service ProviderJob: વડોદરા શહેરના પી.વી.આર. સિનેમા (PVR Cinema) એ આપના માટે રોજગારીની તક ખુલ્લી મુકેલ છે. જો આપ પી.વી.આર. સિનેમામાં કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોવ તો આ એક ખુબ સારી તક છે. હાલમાં રોજગારીની તકો ખૂબ ઓછી મળતી હોય છે અથવા તો બેરોજગારીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેવો ધોરણ-10 અને 12 પાસ થયેલ હોય. તો આ પ્રકારના ઉમેદવારો માટે એક સારી રોજગારીની તક ખુલ્લી મુકવામાં આવેલ છે.

  પી.વી.આર. સિનેમા એ ફૂલ ટાઈમ જોબ બહાર પાડેલ છે. જેમાં સિફટ ડ્યુટીમાં કામ કરવાનું રહેશે. જે લોકો ધોરણ 10 અને 12 પાસ હોય એવા ઉમેદવારો સંપર્ક કરી શકે છે. જો પી.વી.આર. સિનેમામાં કાર્ય કરવા માટે ઇચ્છુક છો, તો હમણાં જ આ નંબર પર સંપર્ક કરો: 912071181394


  લાયકાત: ધોરણ 10 અને 12 પાસ હોય એવા ઉમેદવારોને જોબ માટે એપ્લાય કરી શકે છે.

  સમય: કામ બે સિફટમાં રહેશે. તેમાં સાંજની સિફટ અને રાતની સિફટ. ઉમેદવારે બંને સિફટમાં કામ કરવા માટે તૈયારી દાખવવી પડશે.

  અનુભવ: ફ્રેશર ઉમેદવાર એપ્લાય કરી શકે છે.

  જગ્યા: વડોદરા શહેરમાં માંજલપુર, છાણી, ગોત્રી, વડોદરા રેલવે સ્ટેશન પાસે... આ તમામ જગ્યા પરના પી.વી.આર. સિનેમા ખાતે ભરતી ચાલુ છે.

  પગાર ધોરણ: 8,000 થી 11,000 સુધીનું રહેશે.

  લાઈફ ઇન્સ્યોરન્સ નો ઉમેદવારને ખાસ લાભ આપવામાં આવશે.

  વયમર્યાદા - 18 થી 25 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે.


  કેવી રીતે અરજી કરી શકાય?
  જો તમે ઉપરની તમામ વિગતો સાથે તમે અનુકૂળ હોવ તો ઉપરોક્ત ઉમેદવારી નોંધવા માટે વડોદરા શહેરના પી.વી.આર. સિનેમા ખાતે આપેલ નંબર પર સંપર્ક કરી મળવાનો સમય નક્કી કરી શકો છો. સંપર્ક: 912071181394


  વધુ વિગતવાર માહિતી માટે https://in.indeed.com/m/viewjob?jk=79d9a4f114d6685a&from=native ની મુલાકાત લેવી અનિવાર્ય છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  આગામી સમાચાર