Home /News /madhya-gujarat /

વડોદરાઃ પત્ની બાદ હવે PF ઓફિસર પણ 5 લાખની લાંચ લેતા ઝડપાયા

વડોદરાઃ પત્ની બાદ હવે PF ઓફિસર પણ 5 લાખની લાંચ લેતા ઝડપાયા

વડોદરાની પીએફ ઓફિસ બહારની તસવીર

    ફરીદ ખાન, વડોદરા

    વડોદરામાં આવેલી પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીસ તિવારી પોતાના લક્ષણને કારણે ચર્ચામાં છે. ત્રણ મહિના પહેલા રજનીસની પત્ની રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઇ હતી, હવે ખુદ રજનીશ રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા છે. CBI ગાંધીનગર ટીમે વડોદરામાં કાર્યવાહી કરી લાંચિયા ઓફિસરની ધરપકડ કરી હતી.

    અહીં ક્લિક કરી વાંચો તો થઇ જાવ તૈયાર, આવનારા વર્ષોમાં આ ટેક્નોલોજીથી થઇ જશે તમારું 'જીવન સ્માર્ટ'

    પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરમાં આવેલી પીએફ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતો ઓફિસર રજનીશ તિવારી ઓફિસમાં ગાંધીનગરથી આવેલી સીબીઆઇની ટીમે રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું કે લાંચિયા રજનીશ તિવારીએ સર્વે માટે લાંચ પેટે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં પહેલો હપ્તો પાંચ લાખ રૂપિયાનો નક્કી થયો હતો. આ પ્રથમ હપ્તો રજનીસ સ્વીકારી રહ્યો હતો તે દરમિયાન જ સીબીઆઇની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધો હતો.

    ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા જ લાંચિયા રજનીશની પત્ની રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઇ હતી. એવામાં હવે પતિ રજનીસની ધરપકડથી વડોદરા શહેરની સરકારી કચેરી તથા શહેરીજનોમાં ચર્ચા જાગી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bribe, Enforcement officer, Officer arrested for bribe, Provident fund

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन