Home /News /madhya-gujarat /

વડોદરા: વકીલ મંડળની ચૂંટણી, 18 બેઠક માટે 51 ઉમેદવારો વચ્ચે જંગ

વડોદરા: વકીલ મંડળની ચૂંટણી, 18 બેઠક માટે 51 ઉમેદવારો વચ્ચે જંગ

51 ઉમેદવારો માટે 3719 મતદારો વોટિંગ કરશે

વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે આજરોજ યોજાયેલ ચૂંટણીમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ હતી. પહેલી વખત સોશિયલ ડિસ્ટન્સ 

    વડોદરા: વકીલ મંડળના હોદ્દેદારો માટે આજરોજ યોજાયેલ ચૂંટણીમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ હતી. પહેલી વખત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બે મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે, જેથી એક સાથે એક સમયે 72 વકીલો મતદાન કરી શકે. વડોદરા વકીલ મંડળની 18 બેઠક માટે આજરોજ મતદાન યોજાયું, જેમાં 3719 મતદાર મત આપશે. ચૂંટણીમાં 51 ઉમેદવારે ઝંપલાવ્યું છે.

    દિવાળીપુરા કોર્ટ સંકુલ એડવોકેટ હાઉસ ખાતે આજરોજ સવારના 10 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધીના ગાળામાં વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં ગુરુવારે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. મતદાન સ્થળે વિશાળ શમિયાણો ઊભો કરાયો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે, કોરોના બાદ યોજાયેલી વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પહેલીવાર 2 મતદાન મથક ઊભાં કરાયાં છે. જેથી એક સાથે એક જ સમયે 72 વકીલ મત આપી શકશે. મતદાનના દિવસે કોરોનાને ધ્યાનમાં રાખી કોઇ પણ પ્રકારનું કાર્ડ કે પત્રીકાની વહેંચણી ન કરવા અનુરોધ કરાયો છે.

    આજે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 6 વાગ્યા પછી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી, ટ્રેઝરર અને લાયબ્રેરી સેક્રેટરીની બેઠકોની મત ગણતરી ચાલુ થશે અને રાત્રે પરિણામ જાહેર કરાશે. જ્યારે શનિવારે મેનેજિંગ કમિટીના હોદ્દેદારો અને મહિલા રિઝવની ચૂંટણીની મત ગણતરી કરાશે. ચૂંટણી બાદ સિનિયર વકીલોનું સાલ ઓઢાડીને બહુમાન પણ કરવામાં આવશે.

    આ પણ વાંચો: રાજકોટ: 12 વર્ષની બાળકી સાથે મિત્રતા કેળવીને યુવકે આચર્યુ દુષ્કર્મ, થઇ ધરપકડ

    વકીલ મંડળની ચૂંટણીમાં કુલ 8 કેટેગરી માટે ઉમેદવારો ઉભા રહ્યા છે. જેમાં પ્રમુખપદ માટે 5 ઉમેદવારો, ઉપપ્રમુખ પદ માટે 2 ઉમેદવાર, જનરલ સેક્રેટરી માટે 4 (1 મહિલા) ઉમેદવાર, જો. સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર, લાઈબ્રેરી સેક્રેટરી માટે 4 (2 મહિલા) ઉમેદવાર, ટ્રેઝરર પદ માટે 2 ઉમેદવાર, મહિલા રિઝવ માં કુલ 6 મહિલા ઉમેડવાર તથા મેનેજીંગ કમિટી માટે 25 (3 મહિલા) ઉમેદવારી નોંધાયેલ છે. જેમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 359 વોટ એટલે 10% જેટલું મતદાન થયું છે.

    આ પણ વાંચો: હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે FIR, 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

    આ પ્રકારની ચૂંટણી દર વર્ષે યોજાતી હોય છે અને આ ખાસ વકીલો માટેની ચૂંટણી હોય છે, જે બરોડા બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવતું હોય છે. જેમાં ફક્ત વકીલો જ વોટ આપી શકે છે. છેલ્લા એક સપ્તાહથી ન્યાય મંદિર પરિસરમાં ઇલેક્શનનો માહોલ જામ્યો હતો. એક વર્ષના અંતરાલ બાદ ચૂંટણી યોજાઈ હોવાથી વકીલ આલમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર