Home /News /madhya-gujarat /Maharashtra Crisis: મહારાષ્ટ્ર કટોકટી દરમિયાન એકનાથ શિંદે અડધી રાત્રે વડોદરા પહોંચ્યા

Maharashtra Crisis: મહારાષ્ટ્ર કટોકટી દરમિયાન એકનાથ શિંદે અડધી રાત્રે વડોદરા પહોંચ્યા

એકનાથ શિંદે અડધી રાત્રે 2.30 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા

દિલ્હીથી તેઓ રાત્રે 1 વાગ્યે નીકળી પ્રાઇવેટ જેટ દ્વારા વડોદરા જવા માટે રવાના થયા હતા જે બાદ તેઓ અડધી રાત્રે 2.30 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા.  તેઓ 4.10 વાગ્યે વડોદરાથી ગુવાહાટી જવા માટે નીકળ્યા હતા.

દેશમાં વર્તમાન સમયમાં સૌ કોઈની નજર મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Crisis) પર લાગેલી છે. ઉદ્ધવ સરકારમાંથી એકનાથ સિંદે (Eknath Shinde) બળવો કરી તેમના સમર્થક ધારાસભ્યો (Maharashtra MLA) સાથે સુરત (Surat) પહોંચી ગયા અને મહારાષ્ટ્રની રાજનીતિ (Politics of Maharashtra)માં ભૂકંપનું એપિસેન્ટર સુરત (Surat) બની ગયું હતું. જોકે હવે આ દરમિયાન મહારાષ્ટ્રની રાજનીતિ હવે વડોદરા (Vadodara) સુધી પહોંચી ગઇ છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ગઇ કાલે રાત્રે એક પ્રાઇવેટ જેટ દ્વારા 10.30 વાગ્યે એકનાથ શિંદે ગુવાહાટીથી નીકળી 12.45 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીથી તેઓ રાત્રે 1 વાગ્યે નીકળી પ્રાઇવેટ જેટ દ્વારા વડોદરા જવા માટે રવાના થયા હતા જે બાદ તેઓ અડધી રાત્રે 2.30 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા.  તેઓ 4.10 વાગ્યે વડોદરાથી ગુવાહાટી જવા માટે નીકળ્યા હતા. અને લગભવ સવારે 7 વાગ્યે તેઓ હોટલ આવ્યા હતા. એટલે કે એકનાશ શિંદેની કોઇ સાાથે રાત્રે 2.30 થી સવારે 4 વાગ્યે બેઠક થઇ હતી. જોરે હાલમાં એકનાથ શિંદેની બેઠક કોની સાથે થઇ તેને લઇ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો-સુરતમાં કોફી કાફે OYO માં તબદીલ થયા, એક કિશોરીને વિધર્મીએ રૂમમાં લઇ જઇ માર માર્યાનો આક્ષેપ

આમ એકનાથ શિંદેની દિલ્હી વાયા વડોદરા અને પછી ગુવાહાટીની મુલાકાત દરમિયાન તેઓએ વડોદરામાં કોઇ નેતા સાથે બેઠક કરી હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યાં જ એકનાથ શિંદેએ ક્યાં નેતા સાથે બેઠક કરી હશે તેને લઇ લોકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે. ત્યાં જ હવે એકનાથ શિંદેની વડોદરા મુલાકાત બાદ આગામી સમયમાં મહારાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર વડોદરા બને તેવી અટકળો તેજ થઇ ગઇ છે.

આ પણ વાંચો-તિસ્તા સીતલવાડની અટકાયત, ગુજરાત ATS અમદાવાદ આવવા રવાના

એકનાથ શિંદેની બગાવત બાદ એવી માહિતી પણ સામે આવી હતી કે, ભાજપ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે સુરત ખાતે શિવસેનાના ધારાસભ્યોને રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ ધારાસભ્યોને સુરત એટલા માટે જ લાવવામાં આવ્યા હતા. કારણ કે જો એક સાથે મોટી સંખ્યામાં એરપોર્ટથી ફ્લાઈટ મારફતે કોઈ જગ્યાએ આ ધારાસભ્યોને લઈ જવામાં આવે તો સ્ટેટ આઇબી એ રિપોર્ટ કરે અને રાજ્યની ઉત્સવ સરકારને ખ્યાલ આવી જાય તો એકનાથ શિંદેનો બળવો વ્યર્થ નીવડે. એટલા માટે સુરત સાથે આ તમામ ધારાસભ્યોને રોડ માર્ગે લાવવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે, સુરત ખાતેથી 22 જૂને વહેલી સવારે ત્રણ વાગે સ્પેશીયલ પ્લેન દ્વારા આ તમામ ધારાસભ્યોને ગોવાહાટી મોકલી દેવામાં આવ્યા હતા. હાલમાં શિવસેનાના 50 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવી જાય તે પ્રકારની ગતિવિધિઓ વર્તમાન સમયમાં ચાલી રહી છે.
First published:

Tags: Maharashtra, Maharashtra Government, Maharashtra News, Vadodara

विज्ञापन