વડોદરા: ગત વર્ષે કોરોના મહામારીના કારણે મનાઈ હોતાં બે વર્ષ બાદ ઈદ-એ-મિલાદ ઉન નબીની પારંપરિક રીતે ઉજવણી કરાઇ હતી. સમગ્ર ગુજરતમાં અનેક જિલ્લાઓમાં ઈદ નિમિતે જુલૂસ સાથે ઈદની ઉજવણી કરાઇ હતી. મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના તાંદળજા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં ભાગ લીધો હતો. પંચમહાલના ગોધરામાં પણ રાજમાર્ગો પર જુલૂસ નીકળ્યું હતું અને હુસેની ચોક સુધી ફર્યું હતું. તો કચ્છના પાટનગર ભુજમાં જુલૂસ સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કર્યો યોજાયા હતા.