વડોદરા: શહેરના શાકભાજી માર્કેટમાં રીંગણના ભાવોમાં વધારો નોંધાયો છે. શિયાળાની ઋતુમાં જે પ્રમાણે ત્રણથી ચાર વખત માવઠું પડયું અને વાતાવરણમાં બદલાવ થયો, તેના કારણે શાકભાજી પર ઘણી અસર જોવા મળી છે. જેમાં ખાસ કરીને ભેજ લાગવાને કારણે રીંગણ બગડી ગયા અને રીંગણના પાકની ખેતીમાં પણ ઘણું નુકસાન થયું છે જેના કારણે જોઈએ તેટલો માલ બજારમાં આવ્યો નથી. ઉપરથી ખેડૂત અને વેપારી વચ્ચેના વચેટિયાઓના કારણે પણ ભાવમાં વધારો નોંધાતો હોય છે. ભાવ વધવાને કારણે વેપારીઓ તો ખુશ છે પરંતુ ભાવ વધારાને કારણે એટલું શાકનું વેચાણ ઓછુ થઇ જતું હોય છે. જે એક જોતાં વેપારીઓને નુકસાનકારક છે. હાલમાં શાકભાજી માર્કેટમાં રીંગણ 70 થી 80 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જે પહેલા 30 રૂપિયે કિલો વેચાતા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર