Home /News /madhya-gujarat /

Vadodara Weathers: હીટવેવની અસર, આજે ગરમીનો પારો વધીને 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

Vadodara Weathers: હીટવેવની અસર, આજે ગરમીનો પારો વધીને 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ...

ઉનાળાના પ્રારંભ સાથે જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. જેમાં આજરોજ મંગળવારે ગરમીનો પારો વધીને 42 ડિગ્રી પોહોચી જશે એટલે આગામી દિવસોમાં અસહ્ય ગરમીની શક્યતાને નકારી શકાતી નથી. ઉનાળાની શરૂઆત સાથે જ છેલ્લા પાંચ દિવસથી વડોદરામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે.

વધુ જુઓ ...
    વડોદરા: ઉનાળાના (Summer) પ્રારંભ સાથે જ શહેરમાં આકરી ગરમી (Heat wave) શરૂ થઈ ગઈ છે. જેમાં આજરોજ મંગળવારે ગરમીનો પારો વધીને 42 ડિગ્રી પોહોચી જશે એટલે આગામી દિવસોમાં (Next few days) અસહ્ય ગરમીની શક્યતાને નકારી શકાતી નથી. ઉનાળાની શરૂઆત સાથે જ છેલ્લા પાંચ દિવસથી વડોદરામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી વચ્ચે તાપમાનનો પારો પણ સડસડાટ વધી રહ્યો છે.

    વડોદરા શહેરમાં 5 દિવસ પહેલા 36 ડિગ્રી તાપમાન હતું. જે હવે વધીને આજરોજ મંગળવારે સીધું જ 42 ડીગ્રીએ પહોંચી જશે. એક જ સપ્તાહમાં તાપમાનમાં વધારાથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આવનાર સમયમાં પણ વધુ ને વધુ ગરમીના પડશે, તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. હોળી પછી તો અસહ્ય ગરમી માટે વડોદરાવાસીઓ તૈયાર થઈ જવું પડશે. તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોળી ધૂળેટીના તહેવાર બાદ તાપમાનનો પારો 44 ડિગ્રીથી 46 ડિગ્રી સુધી જવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે શહેરીજનોને હિટવેવથી સેકાવું પડે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

    આ પણ વાંચો: Live news: સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ: નરેશ પટેલ

    આજરોજ શહેરમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રી જેવું રહેશે. તથા હવામાં ભેજનું પ્રમાણ 19 ટકા અને હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તથા આવતીકાલ બુધવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 24 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેવું નોંધવાની સંભાવના રહેલી છે. તથા દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 23 ટકા અને હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ રહેવાની સંભાવના રહેલી છે. સામાન્ય રીતે હોળી સમયે ઠંડીને એક લહેર આવતી જોવા મળે છે પરંતુ આ વખતે હોળી પહેલાં જ ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat weather news, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन