અમદાવાદઃઇમેમો ક્યા નિયમોનું ઉલ્લંઘન કરતા મળે છે જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 4:58 PM IST
અમદાવાદઃઇમેમો ક્યા નિયમોનું ઉલ્લંઘન કરતા મળે છે જાણો
એક તરફ દિવસેને દિવસે અમદાવાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો હેઠળ ઈ મેમો આપવામાં આવી રહ્યો છે. સીસીટીવીની મદદથી ડીજીટલ ધોરણે કામ થઇ રહ્યું છે પરંતુ આ ઈમેમાં ના પગલે વાહનચાલકો નો પરસેવો છૂટી રહ્યો છે. નોધનીય છે કે તાજેતરમાં જ ઇમેમામાં છબરડા પણ બહાર આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 4:58 PM IST
એક તરફ દિવસેને દિવસે અમદાવાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો હેઠળ ઈ મેમો આપવામાં આવી રહ્યો છે. સીસીટીવીની મદદથી ડીજીટલ ધોરણે કામ થઇ રહ્યું છે પરંતુ આ ઈમેમાં ના પગલે વાહનચાલકો નો પરસેવો છૂટી રહ્યો છે. નોધનીય છે કે તાજેતરમાં જ ઇમેમામાં છબરડા પણ બહાર આવ્યા છે.
તંત્ર દ્વારા વધતા ટ્રાફિક ની સમસ્યા દુર કરવા અને ટ્રાફિક નિયમો નું નિયમન કરવા માટે હવે સીસીટીવી કેમેરા થી સર્વેલન્સ થઇ રહ્યું છે અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલક ટ્રાફિક નિયમ નું ઉલંઘન કરે તેના ઘરે સીધો ઈમેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલક પાસેથી દંડ વસુલવામાં આવે છે.  પરંતુ આ ઈમે માં ના પગલે વાહનચાલકોના પોલીસ સ્ટેશન ના ધક્કા વધી ગયા છે. ત્યારે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે અને તંત્ર ની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે.

e memo

કયા નિયમો તોડતા ઇમેમો ઘરે આવશે જાણો

સુનીલભાઈ દોશી એક માત્ર એવા વાહન ચાલક નથી જેમને સંખ્યાબંધ ઈમેમાં મળ્યા હોય અમદાવાદ માં અસંખ્ય વાહન ચાલકો એવા છે જેમને ટ્રાફિક નિયમ તોડવા બાબતે વારંવાર ઈમેમાં મળી રહ્યા છે. ગાંધીરોડ પર દુકાન ધરાવતા યોગેશભાઈ મહેતા ની વાત પણ એવીજ છે જેમને અત્યાર સુધી સંખ્યાબંધ ઈમેમાં મળ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ  વિના વાહન ચલાવતા વાહન ચાલકો, સિગ્નલ તોડતા વાહન ચાલકો, લાઈન ઝંપ કરતા વાહનચાલકો, ઓવરલોડ ચાલતા વાહનો ને દંડવા જેવા અનેક નિયમો છે.

પરંતુ એક આક્ષેપ એવો થઇ રહ્યો છે કે સીસીટીવી કેમેરામાં માત્ર ચોક્કસ જગ્યા ના અને ટુવ્હીલર ચાલકોને ઝડપી લેવામાં આવે છે અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા કેસ માં ખોટા નામે ઈમેમાંની બજવણી કરવામાં આવી ના મામલા બહાર આવતા ટ્રાફિક ની તીસરી આંખ પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
વાહનચાલકોનો આક્ષેપ માનીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ ને રોજ ના ૫૦૦૦ થી વધુ વાહન ચાલકો ને દંડવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે મોટાભાગે ટુવ્હીલર ચાલકો સીસીટીવી માં પકડતા હોય છે. જયારે રીક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકો ખુલે આમ ટ્રાફિક નિયમ નું ઉલંઘન કરે તો પણ કોઈ ધ્યાન આપનારું નથી. બીજી તરફ વાહન ચાલક દંડ ભરવા પોલીસ સ્ટેશન જાય તો ત્યાં પણ ધક્કા ખાવા પડે છે.
તંત્ર દ્વારા શહેરના ટ્રાફિક ને કંટ્રોલ કરવા અને ચોક્કસ નિયમન હેઠળ વાહન વ્યવહાર કરવા માટે કડક માં કડક કાયદા બનાવવા જરૂરી છે. જેથી કરીને રસ્તાઓ પર થતા ટ્રાફિક જામ અને અકસ્માતો ની સમસ્યાઓ માં ઘટાડો થાય. પરંતુ અનેક જાગૃતિ અભિયાન બાદ હજી પણ વાહનચાલકો માં ટ્રાફિક નિયમો વિષે માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
First published: April 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर